ધોરાજીમાં ઓક્સિજન સાથેના કોવિડ હોસ્પિટલમાં ૧૬૦ બેડ ઉમેરાશે

ધોરાજીમાં ઓક્સિજન સાથેના કોવિડ હોસ્પિટલમાં ૧૬૦ બેડ ઉમેરાશે
Spread the love

રાજકોટ, કોરોનાની ગંભીર સ્થિતિ રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં ઉભી થઈ છે ત્યારે કોવિડ હોસ્પિટલમાં પ૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે. સોરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવી રહયા છે ત્યારે સિવિલનું ભારણ ઘટાડવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રએ ધોરાજીમાં ૮૦ સહિત ત્રણ તાલુકા મથકોમાં ઓકિસજન સાથેની વધુ ૧૬૦ બેડની સુવિધા ઉભી કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

ધોરાજી અને ગોંડલમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. ગોંડલમાં સરકારી હોસ્પિટલમાં જ પપ બેડ માટે ઓકિસજન લાઈન અને વેન્ટીલેટરની સુવિધા માટે ઝડપથી કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે અને એક બે દિવસમાં જ ગોંડલમાં પપ બેડ તૈયાર થઈ જશે આ ઉપરાંત ધોરાજીમાં ૮૦ નવા બેડ અને જસદણ હોસ્પિટલમાં રપ નવા બેડ ઓકિસજન લાઈન સાથેનાં ઉભા કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યુ હતું કે ગોંડલ બાદ ધોરાજી અને જસદણમાં કોરોનાનાં દર્દીઓ માટે વધુ બેડ એક અઠવાડીયાની અંદર ઉપલબ્ધ થઈ જાય તે રીતે તૈયારી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓને રાજકોટ સુધી ધકકા ખાવા ન પડે અને સિવિલનું ભારણ તેવા હેતુથી જિલ્લાનાં તાલુકા મથકોમાં ઓકિસજન સાથેનાં વધુ બેડ ઉભા કરવામાં આવ્યા છે.

content_image_d6eae960-f186-43a5-b290-c452ec25dae7.jpg

Right Click Disabled!