ધોરાજી : સીસી રોડ અને ડામર રોડની અંદર મોટા મોટા ગાબડા

ધોરાજી : સીસી રોડ અને ડામર રોડની અંદર મોટા મોટા ગાબડા
Spread the love

ધોરાજી શહેરની અંદર માર્ગ અને મકાન વિભાગનો રોડ આવેલ છે આ રોડ આશરે દોઢથી બે વર્ષ પહેલા બનાવવામાં આવેલો હતો જેમાં અમુક ભાગ સી.સી.રોડ અને અમુક ભાગ ડામર રોડ બનાવવામાં આવેલો હતો. હાલમાં આ સીસી રોડ અને ડામર રોડની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા છે ભૂતકાળમાં પણ જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ લોક ફરિયાદો થઇ હતી.

ખાડાઓ પડી ગયા હતા પરંતુ તંત્ર કાંઈ ધ્યાન દીધું નથી કોન્ટ્રાક્ટર સામે કાંઈ એકસન લીધેલું નથી જેને લીધે હાલમાં આ રોડ સંપૂર્ણપણે નાશ પામેલ છે જેમાં જૂનાગઢ રોડ સરદાર પટેલ ચોક થી જેતપુર રોડ અને જમનાવડ રોડ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે જેથી માગણી છે કે કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી પગલાં લેવામાં આવે અને ફરીથી રોડ રિપેર કરવામાં આવે…

રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)

IMG-20200625-WA0015-2.jpg IMG-20200625-WA0016-0.jpg IMG-20200625-WA0017-1.jpg

Right Click Disabled!