ધ્રોલમાં મકાનમાં દારૂ વેચાતો હતો : 136 બોટલ સાથે 2 ઝડપાયા

ધ્રોલમાં મકાનમાં દારૂ વેચાતો હતો : 136 બોટલ સાથે 2 ઝડપાયા
Spread the love
  • જામનગરમાં ઢીંચડા રોડ પણ દરોડો કરીને ૧૮ બોટલ કબ્જે લેવાઇ

ધ્રોલની લંઘાશેરીમાં બે શખ્સો એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખી વેચતા હોવાની બાતમી મળતા પોલીસે ઈનાયત બસીરભાઈ હાજી ઉર્ફે મુન્નાના મકાનમાં દરોડો પડ્યો હતો. તે મકાનની તપાસ થતાં દારૂની ૧૩૬ બોટલ મળી હતી. રૂા.૪૭૬૦૦ની કિંમતનો શરાબનો જથ્થો અને બે મોબાઈલ સાથે ઈનાયત તથા તેના સાગરીત ધ્રોલના ફૂલવાડી રોડ પર રહેતા ઇમરાન સીરાજ રફાઈ ઉર્ફે જોન્ટી ધરપકડ કરી છે.

બન્ને શખ્સ આ જથ્થો લૈયારા ગામના સકીલ કાસમ મહાપાત્રાએ આવ્યો હોવાની કબુલાત આપી છે. બીજા દરોડામાં જામનગરના ઢીચડા રોડ પર વાયુનગર પાસે એક વાડામાં દારૂ હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી રમેશ સોનભાઈ મુળધરીયા વાડામાં તપાસ કરતા ખેતીવાડી ફાર્મ પાસે વસવાટ કરતા આ શખ્સના વાડામાંથી રૂા.૯ હજારની કિંમતની દારૂની ૧૮ બોટલો મળી આવતા તેની ધરપકડ કરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-2-2.jpeg

Right Click Disabled!