નદાણ ગામમાં ખેડૂતના એરંડાના ઉભા પાકને માથાભારે તત્વો દ્વારા નુકસાન પહોંચાડતા થઈ પોલીસ ફરિયાદ

નદાણ ગામમાં ખેડૂતના એરંડાના ઉભા પાકને માથાભારે તત્વો દ્વારા નુકસાન પહોંચાડતા થઈ પોલીસ ફરિયાદ
Spread the love

કડી તાલુકાના નદાણ ગામની સિમમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા કડી-ગોવિંદપુરા ગામના ખેડૂત પંકજભાઈ રસિકભાઈ પટેલ નું ખેતર નદાણ ગામની સીમમાં આવેલ છે. જ્યાં તેઓના 6 વિઘા ના ખેતરમાં તેઓએ એરંડાનું વાવેતર કરેલ છે. તા.6 સપ્ટેમ્બર ના રોજ તેઓ પોતાના ખેતરે આંટો મારવા ગયેલ જ્યાં એમને જોયું કે ફરિયાદના બંને આરોપીઓ રબારી સચિન ખોડાભાઈ અને રબારી પ્રકાશ કાનજીભાઈ એ પોતાની 15 – 16 ભેંસો ભેલાંણ કરવા ચરતી છુટ્ટી મૂકી હતી. ફરિયાદી પંકજભાઈ દ્વારા તેઓને જણાવવામાં આવ્યું કે આ ગોચર જમીન નથી , એમની પોતાની વાવેતર જમીન છે તો આરોપીઓ દ્વારા ધાકધમકી આપવામાં આવી કે તું જેટલી વખત વાવેતર કરીશ અમે એટલી વખત આ જ રીતે ભેલાણ કરી તારા પાક ને નુકસાન કરીશું , તું ટ્રેકટર લાવીશ તો ટ્રેકટર મૂકીને જતા રહેવું પડશે , તમારાથી થાય એ કરી લો અમે અમને ગમશે એ જ કરીશું. ખેડૂત પંકજભાઈને આશરે રૂ.5000નું નુકસાન થયેલ છે. આ માથાભારે તત્વોની ધાકધમકી ના પગલે ફરિયાદી ખેડૂત પંકજભાઈએ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાવલું પોલીસ સ્ટેશને ગુજરાત પંચાયત એક્ટ ની કલમ 183 અને 184 સબબ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.

IMG-20200910-WA0006.jpg

Right Click Disabled!