નરેન્દ્રભાઇ મોદીજના જન્મદિન પ્રસંગે થરાદ શહેર ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ

નરેન્દ્રભાઇ મોદીજના જન્મદિન પ્રસંગે થરાદ શહેર ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ
Spread the love

થરાદ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન પ્રસંગે સેવા સપ્તાહ અંતર્ગત ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર સુધી સેવાના વિવિધ કાર્યક્રમો જેવા કે ફ્રુટ વિતરણ, માસ્ક અને સેનેટાઇઝર વિતરણ, વૃક્ષારોપણ, કાપડની થેલી વિતરણ, ગૌમાતાને ઘાસ જેવા સેવાકીય કાર્યો સપ્તાહ દરમિયાન કરવામા આવશે. જેના ભાગરુપે મંગળવારના રોજ થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કરવામા આવ્યુ હતું.

કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે નરસિંહભાઈ પૂર્ણિયા હતા, આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઇ પટેલ, થરાદ શહેર ભાજપ પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, ભાજપ થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, આઇટીસેલ ઇન્ચાર્જ રમેશભાઈ પુરોહિત, ચંદ્રિકાબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટી થરાદ શહેરની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200915-WA0028.jpg

Right Click Disabled!