નરેન્દ્રભાઈ, નર્મદા યોજના માટે ગુજરાત જન્મદિવસની હ્યદયપૂર્વકની શુભકામના સાથે તમારું આભારી

નરેન્દ્રભાઈ, નર્મદા યોજના માટે ગુજરાત જન્મદિવસની હ્યદયપૂર્વકની શુભકામના સાથે તમારું આભારી
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

 આ લેખના લેખક પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઇ પંડ્યા છે.લેખ અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે. ગરવી ગુજરાતનાં ગૌરવશાળી કર્મવીરશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે Nation First એ માત્ર સુત્ર નથી, પરંતુ એ જીવનમંત્ર છે અને કર્મસાધના છે. મારે તેમની સાથેના 37 વર્ષના સંપર્ક, સંબંધ, સાક્ષી સાથેના સંભારણોની હારમાળામાંથી ત્રણેક સંભારણા યાદ કરવા છે.

કન્યાકુમારીથી કાશ્મીરની “એકતા યાત્રા” સુરેન્દ્રનગર ખાતેની “સંવિધાન યાત્રા” અને નર્મદા યોજના માટેની તેમની “સંઘર્ષ યાત્રા” આ ત્રણેય માંથી તેમનામાં રહેલાં દેશપ્રેમ, સંવિધાન પ્રેમ અને વિકાસ પ્રેમના દર્શન થાય છે. એકતા યાત્રા અને 370 કલમ નિયતિએ જેના દ્વારા, જે કામ નક્કી કર્યું હોય, તે કરાવીને જ રહે છે.

તા.11 ડીસે 1991 ગુરૂ તેગબહાદૂર બલિદાન દિવસે કન્યાકૂમારી થી કાશ્મીર સુધીના “એકતા યાત્રા”ના સંયોજક શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.મુરલી મનોહર જોષીએ આ એકતા યાત્રા 45 દિવસમાં પૂર્ણ કરીને આતંકવાદીઓના પડકારો વચ્ચે શ્રીનગરના લાલચોકમાં ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કન્યાકુમારી થી નીકળીને આ યાત્રા “જહાં હુએ બલિદાન મુખર્જી, યહ કાશ્મીર હમારા હૈ” ના નારા સાથે 14 રાજ્યો માંથી પસાર થઈને લગભગ 15000 કિ.મી.નો પ્રવાસ કરીને કાશ્મીર પહોંચી હતી.

આ એકતા યાત્રામાં મારે દિલ્હીથી જોડાવવાનું થયું હતું  અને પછી 5 રાજ્યોમાં આ એકતાયાત્રાના એકતાયાત્રી તરીકે નાની મોટી જવાબદારી સાથે કાશ્મીર માટે લોકોમાં ઊભી થયેલી દેશભક્તિ-જનજાગૃતિનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. સમગ્ર યાત્રાની રૂપરેખા, કાર્યક્રમો, સૂચનાઓ, સભાઓ, રથ અને રથયાત્રીઓની વ્યવસ્થાઓમાં પોતાનો સંપૂર્ણ લોહી પસીનો કરતાં કર્મઠ, શ્રેષ્ઠ યોજક-સર્જક શ્રી નરેન્દ્રભાઈ સાથે કામ કરવું તે મારા જીવનનું યાદગાર સંભારણું છે.

દેશનાં 14 રાજ્યોના કરોડો લોકોની પ્રદક્ષિણા-પરીક્રમા કરતી આ એકતા યાત્રાના સંયોજક શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગ્રેજી, હિન્દી અને કોઈવાર જે તે રાજયની ભાષામાં પણ પ્રવચનો આપતાં હતાં. તેમના પ્રવચનનાં પ્રભાવમાં દેશભક્તિનાં માહોલમાં ‘વંદેમાતરમ્’,‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે લોકો ભાવવિભોર બનીને ગુજરાતના આ યુવા વક્તાને તાલીઓના ગડગડાટથી વધાવી લેતાં હતાં.

ભાષા ઉપર તેમની પકડ, કાશ્મીર પર તેમનો અભ્યાસ, સ્થાનિક વિષય વસ્તુનો ઉલ્લેખ, દેશની સંસ્કૃતિની પ્રગટીકરણ અને  રાષ્ટ્રભક્તિ માટે જનશક્તિને આહવાન કરતાં શ્રી નરેન્દ્રભાઈના પ્રવચનોથી પ્રભાવિત લોકોને એમ થતું કે દેશનાં નેતા આવાં જ હોવાં જોઈએ. 370 કલમ હટાવીને સાચા અર્થમાં કાશ્મીર ભારતનું અવિભાજય અંગ બને તે માટે રાષ્ટ્રભક્તિની જનજાગૃતિ માટેની આ યાત્રા ઐતહાસિક ભવ્યતા સાથે સંપૂર્ણ સફળ થઈ હતી.

તા.26મી જાન્યુ 1992 શ્રીનગરના લાલચોકમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો તિરંગો ફરકાવ્યો ત્યારે તો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ ન હતાં કે કેન્દ્રમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે આવશે તેવાં કોઈ સિગ્નલ પણ દેખાતાં ન હતાં એટલે પ્રધાનમંત્રી થવાની વાત તો દૂર હતી. આ 14 રાજ્યોમાં 15000 કિ.મી.ના થયેલા કાશ્મીરમાં 370 હટાવવા અંગેના શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનોના નાદ સતત બ્રહ્માંડમાં ઘુમતો રહ્યો હશે અને ભગવાને, જનતાએ તેમને પહેલાં ગુજરાતનાં મુખ્યમંત્રી અને પછી દેશના પ્રધાનમંત્રી બનાવ્યાં અને લગભગ 28 વર્ષે તા.5-6 ઓગષ્ટ 2019 ના રોજ 370 હટાવીને દેશની એકતા-અખંડિતતાના ઐતિહાસિક કાર્ય નિયતિએ જે નક્કી કર્યું તે નરેન્દ્રભાઈ એ કરીને બતાવ્યું.

કાશ્મીરમાં 370 અને 35એ કલમ હટાવીને દેશ-વિદેશના ભારતીયોને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ ઈચ્છાશક્તિ અને પ્રખર દેશભક્તિના દર્શન કરાવી દીધાં છે. દેશની અખંડિતતા, જમ્મુ કાશ્મીરની જનતાના કલ્યાણ અને અલગાંવવાદી-આતંકવાદી સામેની લડાઈ માટેના અભૂતપૂર્વ નિર્ણય માટે સમગ્ર દેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને હમેશાં યાદ રાખશે. આઝાદી સમયે 562 રજવાડા એક કરીને દેશની એકતાના શિલ્પી સરદાર પટેલના કાશ્મીર અંગેના અધૂરા સ્વપ્નને ગુજરાતની આ મોદી-શાહની જોડીએ સાકાર કરીને, ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને સાર્થક બનાવીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે.

સંવિધાન સન્માન-સુરેન્દ્રનગરની પદયાત્રા અને સંસદ ગૃહ સુધી

લોકમન-લોકમતથી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત બીજીવાર દેશનાં પ્રધાનમંત્રી બન્યાં અને તા.25-05-2019 ના રોજ સંસદમાં સૌથી વિશાળ લોકશાહીના વિરાટ સંવિધાનને પગે લાગ્યાં ત્યારે સંસદના ગૃહમાં તાળીઓની ગુંજ સાથે દેશનાં મિડીયાનાં કરોડો દર્શકોમાં પણ ભાવવિભોર ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.મને આ દૃશ્ય જોઈને 24 જાન્યુ 2010નું એક સુરેન્દ્રનગરનું સંભારણું યાદ આવી ગયું. ભારતનાં સંવિધાનને 60 વર્ષ પૂર્ણ થયાં ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માન-સન્માન-ગૌરવ સાથે સંવિધાનન

Right Click Disabled!