નર્મદામાં પહેલીવાર હેન્ડપંપના કૂવાઓ 100 % રિચાર્જ થયા !

નર્મદામાં પહેલીવાર હેન્ડપંપના કૂવાઓ 100 % રિચાર્જ થયા !
Spread the love
  • દેડીયાપાડા તાલુકાના ઉડાના વિસ્તાર પીપળવા ગામે હેન્ડપંપ માંથી આપોઆપ કુદરતી રીતે ખળખળ વહેતું પાણી થી અચરજ.
  • હેન્ડપંપ માંથી આપોઆપ વહેતા પાણી જોઇ લોકોમાં કુતુહલ.
  • નર્મદામાં ચાલુ ચોમાસામાં 200 ટકા ભરપૂર વરસાદ થવાથી કૂવાઓ ફૂલ રીચાર્જ થતા જળ સ્તર ઊંચા આવતા આવવાથી બનતી આવી ઘટના

નર્મદાના દેડીયાપાડા તાલુકાના ઉડાણ જંગલ વિસ્તારમાં આવેલા પીપલોદ ગામમાં હેન્ડપંપ માંથી કુદરતી પણ એ પાણી ખળખળ વહેતું જોઇને લોકોમાં અચરજ ફેલાયું છે. સામાન્ય રીતે હેન્ડપંપ માંથી પાણી મેળવવા હેન્ડ પંપ વડે પાણી ઉલેચવું પડે છે, ત્યારે પાણી બહાર આવે છે. પણ પીપલોદ ગામે વર્ષો બાદ પહેલીવાર હેન્ડપંપ માંથી આપોઆપ કુદરતી રીતે પાણી નીકળી રહ્યું છે. તે જોઈને લોકોને અચરજ થઈ રહ્યું છે. લોકો તેને કુદરતનો કરિશ્મા કહે છે. વિજ્ઞાન પ્રેમીઓ તેને સામાન્ય ઘટના તરીકે ગણાવી છે.

આ વર્ષે નર્મદામાં 300 ટકા જેટલો ભરપૂર વરસાદ થતાં કૂવાઓ ફૂલ રિચાર્જ થયા છે. જેને કારણે તળિયે ગયેલ પાણીના સ્ત્રોતો ઉંચા આવ્યા છે. પિપલોદના આ હેન્ડપંપ પણ  છલકાઈ જવાથી હેન્ડપંપ ની પાઇપ પાણીથી ભરાઈ ગઈ હોવાથી પંપ ઓવરફ્લો થવાની પંપમાંથી આપોઆપ પાણી નીકળી રહ્યું છે. જે સામાન્ય ઘટના છે, પણ ગામલોકો માટે પહેલીવાર આવી ઘટના બની હોવાથી તેને કુદરતના કરિશ્મા તરીકે વર્ણવી રહ્યા છે. નર્મદાના અન્ય ગામોમાં પણ આવી ઘટનાઓ બની રહી છે.

આ વર્ષે નર્મદા માં દેડિયાપાડા સારો વરસાદ થયો થતા નદી-નાળા છલકાઈ ગયા છે જંગલો પણ જાણે કુદરતની સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીંના જંગલ વિસ્તારોમાં અનેક જગ્યાઓ ઉપર કુદરતી ઝરણા ફૂટવાની ઘટનાઓ પણ જોવા મળે છે. પહેલીવાર 100 ટકા હેન્ડપંપ ના કૂવાઓ 100 ટકા રિચાર્જ થયા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Right Click Disabled!