નર્મદા ડેમની વણથંભી સફર : વડાપ્રધાન પંડિત નહેરુથી નરેન્દ્ર મોદી સુધીની સફર

નર્મદા ડેમની વણથંભી સફર : વડાપ્રધાન પંડિત નહેરુથી નરેન્દ્ર મોદી સુધીની સફર
Spread the love

 ભારત પ્રથમ વડા પ્રધાન પંડિત નહેરુએ ડેમનું કામ શરુ કર્યુ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખતમાં પૂર્ણ થયુ. મેઘા પાટકર અને નર્મદા બંધના વિરોધીઓએ નર્મદા બચાવ આંદોલન શરુ કરી હવનમા હાડકા નાખવા ની પ્રવુત્તિકરતા કપરા ચઢાણો આવતા ચાર વર્ષ ડેમનું કામકાજ અટકી ગયુ હતુ.  ૧૯૬૦મા ભારત સરકારના પ્રતિનિધીઓએ નવાગામ ખાતે બંઘ સ્થળની મૂલાકાત લીઘી હત

 સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં  ૧૭મી સપ્‍ટેમ્‍બરે ગુજરાતમાં  ‘‘જન ઉમંગ ઉત્‍સવ’’ – ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્‍સવ ઉજવાશે.અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા નીરના વધામણા લેશે  ત્યારે સાચા અર્થમાં ગુજરાત ની જીવાદોરી બનેલી નર્મદા યોજના આજે સંપૂર્ણ સફળ  થઈ છે  અત્રે ઉલ્લેખનિય છે કે ૫ મી એપ્રિલ , ૧૯૬૧ના રોજ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડીત જવાહરલાલ નહેરુએ કેવડિયા કોલોની ખાતે આવી નર્મદા યોજનાનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ . અને તેમના દ્વારા ૧૯૬૧મા  દેશની સૌથી મોટી બહુહેતુક યોજનાનો પાયો નાંખ્યો હતો.

૧૯૪૭મા દેશ આઝાદ થયો ત્યારે તે વખતે નર્મદા યોજનાની મોજણી, સંશોધનનુ કર્ય નો આરંભ થયો હતો. ૧૯૬૦મા ભારત સરકારના પ્રતિનિધિઓએ નવાગામ ખાતે બંધ સ્થળની મૂલાકાત લીધી હતી ત્યારથી બંધની પૂર્ણ સપાટી ૩૨૦ ફૂટની ભલામણ થઈ હતી, ૫ મી એપ્રિલે ગુજરાતના તત્કાલીન સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી અને ૧૬૨ ફૂટની જળ સપાટી નર્મદા યોજનાની રહે તેવો પાયો નંખાયો હતો. ૧૯૬૫મા ઓરિસ્સાના રાજ્યપાલે બંધ સ્થળની મૂલાકાત લીધી હતી.

મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે જળ સંધીકરાર થયો , સપ્ટેમ્બરમા વિકાસ સમિતીએ બંધની પૂર્ણ જળ સપાટી ૫૦૦ ફૂટ રાખવા નો અહેવાલ રજૂકરાયો , ૧૯૬૯મા વડા પ્રધાન પંડિત નહેરુ દ્વારા પાણી મતભેદ ટ્રિબ્યુનલની રચના કરાઈ . ૧૯૭૮મા નર્મદા પાણી મતભેદ ટ્રિબ્યુનલે સરદાર સરોવરની પૂર્ણ સપાટી ૪૬૦ કરવાનો ચુકાદો આપ્યો . ૧૯૮૭મા પર્યાવરણ દલીત મંજૂરી મળી.

૧૯૪૪મા પ્લાનીંગ કમિશનની મંજૂરી મળી ત્યાર પછી નર્મદા યોજના માટે કપરા ચઢાણો શરુ થયા , મેઘા પાટકર અને નર્મદા બંધના વિરોધીઓએ નર્મદા બચાવ આંદોલન શરુ કરી હવનમાં હાડકા નાંખવા ની પ્રવુત્તિ શરુ થઈ . ૧૯૫૫મા નર્મદા બચાવ આંદોલનની તરફેણમાં ચુકાદો આપી ૮૦.૩ મીટરે સ્ટે આપ્યો . તેથી ચાર વર્ષ બંધનું કામ અટકી ગયુ . અને નર્મદા યોજના ખોરંભે પડી . ૧૯૯૯મા સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ કરી ૮૦.૩ મીટરથી વધારીને ૮૫ મીટર સુધી લઈ જવાની મંજૂરી મળી.

નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા પાંચ પાંચ મીટર ઉંચાઈ વધારવાની મંજૂરી ૯૦ થી ૯૫ મીટરની મંજૂરી મળી . ૨૦૦૩મા ૧૦૦ મીટરે પહોંચી , ૨૦૦૬મા ૧૧૦.૬૪ મીટર, અને છેલ્લે ૧૨૧.૯૨ મીટર સુધીની મંજૂરી મળી. આમ ૩૧ ડિસેમ્બર ૨૦૦૬ સુધીમા ડેમની ઊંચાઇ ૧૨૧.૯૨ મીટરે પહોચી તે વખતે તતકાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બકેટ નાંખીને કામનો શુભારંભ કરાવ્યો હતો. પણ પછી કામ અટક્યુ હતુ.

પરંતુ ૨૦૧૪મા વડાપ્રધાન મોદીની કેન્દ્રમાં સરકાર બનતા મોદીએ મંજૂરી આપતા પુનઃ ડેમનું કામકાજ દરવાજા લગાડવાનું શરુ થયુ. ત્યારથી નિર્વિઘ્ને નર્મદા ડેમનું કામ ખૂબજ ઝડપથિ આગળ વઘ્યું . હવે નર્મદા ડેમના ૩૦ દરવાજા લગાડવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે અનેક ચઢાવ ઉતાર સાથે ૫૯ વર્ષ પછી નર્મદા ડેમ ગુજરતની ધરાને પખાળવા , નંદનવન સમી બનવા તૌયાર છે ત્યારેનર્મદાની સર્વોચ્ચ સપાટી 13 મિટર વટાવટા આજે સમગ્ર ગુજરાત ગૌરવવંતું બન્યુ છે .

 તસવીર :  દીપક જગતાપ , રાજપીપળા

Right Click Disabled!