નવનિર્મિત તાલુકા પંચાયત થરાદનું મુખ્યમંત્રીના વરદ હસ્તે ઇ-લોકાર્પણ

નવનિર્મિત તાલુકા પંચાયત થરાદનું મુખ્યમંત્રીના વરદ હસ્તે ઇ-લોકાર્પણ
Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના કૃષિ, પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમારના વરદ હસ્તે બે કરોડ અઢાર લાખના ખર્ચે બનાવેલા તાલુકા પંચાયત ભવનનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ થરાદ તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ થરાદ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી લોકોની સારી કામગીરી કરી રહ્યાં છે. ગતરોજ મંગળવારના રોજ થરાદ તાલુકા પંચાયતના નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોરાના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન તેમજ ફરજિયાત માસ્ક સાથે આગેવાનો અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ થરાદ તાલુકા પંચાયત કચેરી માટે બે કરોડ 40 લાખનું યોગદાનમાંથી બે કરોડ અઢાર લાખ રૂપિયાથી કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું.

થરાદ તાલુકા પંચાયતની ભવ્ય અને આધુનિક બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું તેમજ દરેક વિભાગના અધિકારીઓને ખુલ્લા વાતાવરણમાં કાર્ય થઈ શકે એવી રીતે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. તેમજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોકાર્પણમાં કોરાના વાયરસની મહામારી વચ્ચે તમામ નિયમોનું પાલન સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય પરબતભાઈ પટેલનુ સન્માન તાલુકા પંચાયત પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણે કર્યું હતું, તેમજ જીલ્લા કલેકટર સંદીપભાઈ સાંગલેનું સમ્માન થરાદ નાયબ કલેક્ટર વી.સી બોડાણાએ કર્યું હતું, તથા અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા આવનાર તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા કલેકટર સંદીપભાઈ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, થરાદ નાયબ કલેકટર વી.સી બોડાણા, થરાદ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ વચનબાઈ ચૌહાણ, થરાદ તાલુકા આરોગ્ય અધિકારી જેપાલ સાહેબ, આરોગ્ય ડોક્ટર શ્રી જસમીતભાઈ ત્રિવેદી, ભાજપ પ્રમુખ રૂપસીભાઈ પટેલ, ગીતાબેન બ્રાહ્મણ સહિતના તાલુકા પંચાયતના તમામ આગેવાનો, સભ્યો અને ડેલિકેટ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200715-WA0072-0.jpg IMG-20200715-WA0073-1.jpg

Right Click Disabled!