નવી શિક્ષણ નીતિનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે : સીએમ

નવી શિક્ષણ નીતિનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે : સીએમ
Spread the love

ગાંધીનગર કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. ગાંધીનગર ખાતે શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતી વેળાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ માટે રોડમેપ બનાવવા ટાસ્કફોર્સની રચના કરશે.એનઈપીનું ગુજરાતીમાં ભાષાંતર કરી દેવાયું છે, અને એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી રહી છે જે આ માટેનો રોડમેપ ટૂંક સમયમાં તૈયાર કરી આપશે. આ રોડમેપના આધારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં આમૂળ પરિવર્તન લાવવામાં આવશે.

ગુજરાતમાં હાલ કેજીથી પીજી એટલે કે કિન્ડરગાર્ટનથી પોસ્ટગ્રેજ્યુએશન સુધી જે શિક્ષણ પ્રણાલિ ચાલી રહી છે તેમાં ધરમૂળથી ફેરફાર કરાશે,” એમ રૂપાણીએ કહ્યું હતું.તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત-નયા ભારતના નિર્માણની નેમ સાથે નવી શિક્ષણ નીતિ જાહેર કરેલી છે. એ નીતિનો પ્રથમ અમલ કરવામાં ગુજરાત લીડ લે તે માટે રાજ્યના શિક્ષકોની વિશેષ જવાબદારી છે. મુખ્યમંત્રીએ આ શિક્ષણ નીતિમાં શિક્ષકની સજ્જતાને પણ અહેમિયત આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સમર્થ શિક્ષકોના યોગદાનથી સમર્થ રાષ્ટ્ર-સમર્થ રાજ્ય બનાવવાની આપણી નેમ છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા શિક્ષકોને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપી છે ત્યારે આપણે સૌએ નવી જવાબદારી સાથે આગળ વધવાનું છે. સમાજ પણ આપણને અલગ નજરથી જોઈને આપણી અપેક્ષાઓમાં બદલાવ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા આશા રાખી રહ્યો છે તે આપણે સૂપેરે પરિપૂર્ણ કરવાની છે.

vijay_1599279080.jpg

Right Click Disabled!