નિસર્ગ સાયન્સ સેન્ટર અને ગાંધીનગર પાલિકા ના સયુંકત ઉપક્રમે “ઓઝોને દિન -૨૦૧૯” ઉજવાયો

નિસર્ગ સાયન્સ સેન્ટર અને ગાંધીનગર પાલિકા ના સયુંકત ઉપક્રમે “ઓઝોને દિન -૨૦૧૯” ઉજવાયો
Spread the love

૨૧ મી સદીની વૈશ્વિક સમસ્યાઓમાં ઓઝોન પડ પાતળું થવું એ પણ એક મોટી સમસ્યા છે.સૂર્ય માંથી આવતા પારજાંબલી કિરણો પૃથવીની સપાટી પર ૧૫ થી ૫૦ કિલોમીટર સુધી આવેલા ઓઝોન પડ માં સોસાઈ જય છે જેના કારણે પૃથ્વી પરની જીવંત સૃષ્ટિનું રક્ષણ થાય છે. સૂર્યમાંથી આવતા આ કિરણો જો પૃથ્વી પર સીધા આવે તો આપણે ચામડીના વિવિધ રોગો તથા કેન્સર થવાની શક્યતા રહે છે.

ભારત સહિતના દીર્ગ દ્રષ્ટિ વાળા ૯૩ દેશોએ ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૭ ના રોજ મોન્ટ્રીઅલ કરાર સહી કરીને આ દિશામાં ચોકસ પગલા લઇ જન-જાગૃતિ કેળવવા પ્રયત્નો શરુ કર્યા જેના ભાગ રૂપે ૧૬ સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય ઓઝોન પડ જાળવણી દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ “32 YEARS AND HEALING રાખવામાં આવેલ છે. સમગ્ર વિશ્વમાં આ થીમ આધારિત જન-જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે.

ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર તથા ગાંધીનગર મહાનગર પાલિકા ના સયુંકત ઉપક્રમે શ્રી સ્વામીનારાયણ પોલીટેકનીક ખાતે એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય કાર્યક્રમ તારીકે શ્રીમતી રીટાબેન પટેલ, મેયરશ્રી,ગાંધીનગર મહાનગર પાલિકા,શ્રી નાજાભાઈ ઘાઘર,ડેપ્યુટી મેયર,ગાંધીનગર મહાનગર પાલિકા, શ્રી નરેશ ઠાકર,પૂર્વ.પી.આર.ઓ.જી.પી.સી.બી.,ગાંધીનગર.ડૉ.અનીલ કે પટેલ,મેં.ટ્રસ્ટી,નિસર્ગ સાયન્સ સેન્ટર તથા શ્રી ધર્મેશ વન્દ્રા,ડાયરેક્ટર, શ્રી સ્વામીનારાયણ પોલીટેકનીક,ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી રીટાબેન પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા ગાંધીનગર શહેરને પણ પ્લાસ્ટિક મુક્ત કરી સ્વરછ હરિયાળું બનાવવાની વિદ્યાર્થીઓને હાંકલ કરી હતી.તેમણે નગરજનોને સ્વેચ્છાએ આ અભિયાન માં જોડીઈને સ્વરછ ભારત બનાવવામાં પોતાનો સહયોગ આપવાની વાત કરી હતી.

શ્રી નાજાભાઈ ઘાંઘારે વિદ્યાર્થીઓને ઓઝોન વાયુની અસરોથી બચવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જતન કરવાની સલાહ આપવામાં આવી હતી.તેમજ ગાંધીનગર શહેર સમગ્ર ભારતમાં ગ્રીન સીટી બની રહે તે માટેના પ્રયત્નો કરવાની વાત મૂકી હતી.

ડૉ.અનીલ પટેલે તેમના વક્તવ્યમાં ઓઝોન વાયુની અસરથી થતા વિવિધ રોગો વિષે તથા ODS રસાયણો અને CFC ગેસ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.શ્રી નરેશભાઈ ઠાકરે તેમના વક્તવ્યમાં સ્વરછ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટીક કચરાના વ્યવસ્થાપન વિષે વિષેશ માહિતી આપી હતી. તથા પ્લાસ્ટિકના કચરામાંથી બનતી વસ્તુઓની જેવીકે ફર્નીચર,બેંચ,બારી-બારણા વગેરેની પણ ચર્ચા કરી હતી. શ્રી સ્વામીનારાયણ પોલીટેકનીકના ડાયરેક્ટર શ્રી ધર્મેશ વન્દ્રાએ તેમના વક્તવ્યમાં  ઓઝોન પડના રક્ષણ માટે વિદ્યાર્થીઓને તેમની ભૂમિકા વિષે વિગતવાર ચર્ચા કરી હતી.

શ્રી સ્વામીનારાયણ પોલીટેકનીકના ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને ઓઝોન વિષયક સાહિત્ય પણ આપવામાં આવ્યું હતું.પર્યાવરણી જાગૃતિ માટે સ્વરછ ભારત અભિયાન ની ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં નિસર્ગ સાયન્સ સેન્ટરના કો-ઓડીનેટર હાર્દિક મકવાણા અને શિવાંગ પટેલ જહેમત ઉઠાવી હતી.

Right Click Disabled!