નેતાઓ ખુલ્લે આમ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના કાર્યક્રમ કરી રહ્યા છે

નેતાઓ ખુલ્લે આમ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના કાર્યક્રમ કરી રહ્યા છે
Spread the love
  • સુરતમાં વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે સેવા સપ્તાહમાં ડિસ્ટન્સિંગના લીરા

એક ડઝન કરતા પણ વધુ રાજકારણીઓ કોરોના ગ્રસ્ત થઈને અન્યને સંક્રમણ ફેલાવ્યું હોવા છતા પણ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના વિવિધ કાર્યક્રમ યોજી રહ્યા છે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પહેલા સેવા સપ્તાહના આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડી રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સંક્રમિત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે સુરતમાં સેવા સપ્તાહ શરૃ કરાયું છે. જેમાં ચશ્મા શિબિર સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે પણ અહી કાર્યકરોના ટોળા થઇ રહ્યા છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ નહી જળવાતા કોરોના સંક્રમણ વધવાની ભીતિ છે વોર્ડ નંબર-17માં શિબિરમાં ભાજપના અનેક કાર્યકરો ઉપરાંત કોર્પોરેટર વિજય ચૌમલ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા સામાન્ય લોકો કોવિડના નિયમોનો ભંગ કરે તો મ્યુનિ. તંત્ર વાઘ બનીને પ્રજા પાસે આકરો દંડ વસુલે છે પરંતુ ભાજપના નેતાઓ ખુલ્લે આમ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના કાર્યક્રમ કરી રહ્યા છે તેની સામે મ્યુનિ. તંત્ર કોઈ પગલાં ભરતું નથી.મ્યુનિ. તંત્રની બેધારી નીતિથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

photo_1600110024593.jpg

Right Click Disabled!