નેવી ઑફિસરને ઉદ્ધવ વિરોધી પોસ્ટ ફૉર્વર્ડ કરવાની સજા મળી

નેવી ઑફિસરને ઉદ્ધવ વિરોધી પોસ્ટ ફૉર્વર્ડ કરવાની સજા મળી
Spread the love

કાંદિવલીમાં મદન શર્માની મારપીટ બદલ શાખા પ્રમુખ સહિત ૬ શિવસૈનિકો સામે ફરિયાદ કાંદિવલીના સિનિયર સિટિઝન મદન શર્માને માર માર્યાનું સીસીટીવી ફૂટેજ કંગના રનોટના મુદ્દે શિવસેનાની ખરી ટીકા થઈ રહી છે ત્યારે કાંદિવલીમાં એક આંચકાજનક ઘટના બની છે જેથી શિવસેના ફરી ચર્ચામાં આવી છે. કાંદિવલી-ઈસ્ટના સ્થાનિક શિવસેનાના કાર્યકરોએ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર ફૉર્વર્ડ કરવા બદલ કાંદિવલીના ૬૫ વર્ષના નિવૃત્ત સિનિયર સિટિઝન નેવી ઑફિસરની મારઝૂડ કરી હતી જેથી તેમની આંખ અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. આ ઘટના વિશે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં શિવસેનાના સ્થાનિક શાખા પ્રમુખ સહિત ૬ શિવસૈનિકો સામે આઇપીસીની કલમ 325, 143, 147 અને 148 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ કોઈની ધરપકડ થઈ નથી.

પોલીસ શું કહે છે ?

આ વિશે સમતાનગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજુ કસબેએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર પીડિતે શૅર કરી હતી. એ સંદર્ભે સ્થાનિક શિવસૈનિક જેમાં એક શાખા પ્રમુખનો સમાવેશ છે તેમણે પોસ્ટ વિશે વાત કરવા પીડિતને બિલ્ડિંગ નીચે બોલાવ્યા અને એ વખતે બોલાચાલી વધી ગઈ હતી. રોષે ભરાયેલા શિવસૈનિકે પીડિતને માર માર્યો હોવાથી તેઓ જખમી થયા હતા. ફરિયાદના આધારે ૬ શિવસૈનિકો પર કેસ નોંધ્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈની ધરપકડ કરી નથી. પીડિતનું મેડિકલ કરાવવા માટે તેમને શતાબ્દી હૉસ્પિટલમાં મોકલાવવામાં આવ્યા હતા.

sharma.jpg

Right Click Disabled!