નેહરૂ યુવા કેન્દ્ર માણાવદર દ્વારા રાવલપરા વિસ્તારમાં બાળકોને બિસ્કીટનું વિતરણ

નેહરુ યુવા કેન્દ્ર- જૂનાગઢ ના માણાવદર તાલુકાના સ્વયંસેવક વિશાલ ડાંગર દ્રારા “પોષણક્ષમ અભિયાન સપ્તાહ” અંતર્ગત માણાવદર બસ સ્ટેન્ડ સામે આવેલ રાવલપરા વિસ્તાર માં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના બાળકોને બિસ્કીટ નું વિતરણ કર્યું હતું. અને વડિલોને આ અભિયાન વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ફિરોજખાન પઠાણ અને અશ્વિનભાઇ રાવલિયા એ સાથ સહકાર આપ્યો હતો.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)
