નો માસ્ક નો એન્ટ્રી ની સિસ્ટમ દુકાનદારો અને વેપારીઓએ અપનાવવી પડશે

Spread the love

લુણાવાડા,
લોકડાઉન ૪ માં રાજ્ય સરકાર દ્વારા કેટલીક શરતો અને દિશાનિર્દેશો સાથે વ્યાપાર વ્યવસાય દુકાનો શરૂ કરવાની રાહત મળતાં લોકો ખરીદી કરવા ઉપરાંત પાન મસાલા માટે બજારમાં ઊમટી પડયા છે. આ બધી બાબતો સાથે દુકાનદારો ધંધાર્થીઓએ નો માસ્ક નો એન્ટ્રી સિસ્ટમ અપનાવવી પડશે. કોરોના હજુ ગયો નથી. કોરોના સાથે જીવવા અને આપણા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનથી મુક્ત રાખવા આપણે પોતે જાગૃત થઇને કાળજી રાખવી પડશે. આ ઉપરાંત જ્યારે આપણે બહાર જઈએ ત્યારે આવશ્યક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે વારંવાર સેનેટાઇઝરનો અથવા તો સાબુથી હાથ ધોવા આ બધી કાળજી લેવાની સાથે તેનાથી ટેવાવું પડશે

હાલ મહિસાગર જિલ્લામાં તા. ૨૦/૦૫/૨૦૨૦ સુધીમાં ૭૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને જે વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યા છે તે વિસ્તારો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવી ગયા છે. ત્યારે આ બધી બાબતો સાથે સાવચેતી રાખવી એ આજના સમયની માંગ જ નહીં પણ જરૂરિયાત છે.

ત્યારે આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે આવનારા દિવસોમાં આપણો જિલ્લો કોરોના મુક્ત બને તે માટે સરકારની તમામ સૂચનાઓનું પાલન કરીશું. માસ્ક પહેરીશુ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશું, જરૂરી સ્વચ્છતા રાખીશું અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર આવી મહીસાગર જીલ્લો સૌને ગમે તેવો રાખવા માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપીશું.

Right Click Disabled!