પંચમહાલ : LCB પોલીસે ટેમ્પામાં પીપમા છૂપાવીને લઈ જવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપ્યો

પંચમહાલ : LCB પોલીસે ટેમ્પામાં પીપમા છૂપાવીને લઈ જવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપ્યો
Spread the love

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઊડારા ગામ તરફ જવાના રસ્તે એલસીબી પોલીસે નાકાબંધી કરીને ટેમ્પામા ગેલ્વેનાઇઝના પીપમાં છૂપાવીને લઇ જવાતો વિદેશી દારુનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડીને કુલ ૭,૫૪,૨૦૦ લાખના મૂદામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ પોલીસની એલસીબી વિભાગની ટીમને બાતમી મળી હતી. લુણાવાડા તરફથી શહેરા તરફ જતા ટેમ્પામાં પીપળાઓ ભરેલા છે.જેમા વિદેશી દારુનો જથ્થો છુપાવેલો છે.જેથી એલસીબીની ટીમે શહેરા તાલુકાના ઉંડારા તરફ જવાના રોડ પર નાકાબંધી કરીને બાતમી મૂજબનો ટેમ્પો પકડી પાડ્યો હતો. ટેમ્પા ચાલકનૂ નામ પૂછતા દિપકભાઈ તાજશીંગ ભાઇ ચારેલ.રહે ભગત ફળીયુ તા સંજેલી જી દાહોદનો હોવાનુ જણાવ્યુ હતૂ,

ટેમ્પામા મૂકેલા પીપળામા તપાસ કરતા વિદેશી દારુની બોટલો મળી આવી હતી,વધૂ પુછપરછમા તે બોટલો ઉપેન્દ્રભાઈ કાળૂભાઈ ભેદી રહે,ચાચકપુર તા,સીંગવડ જી દાહોદ,નાઓએ ભરી આપ્યો હતો,જે ટુવા ફાટક પાસે પહોચાડવાનૂ હોવાનુ જણાવ્યુ હતુ .એલસીબીએ દારુની બોટલો નંગ-૩૯૬૦ જેની કિમંત ૪,૦૯,૨૦૦ તથા ટેમ્પો જેની કિમંત ૩,૦૦,૦૦૦,મોબાઇલ ફોન કિમંત ૩૦૦૦,ગેલ્વેનાઇઝના પીપળા નંગ-૧૪ કિમંત ૪૨,૦૦૦ એમ કુલ મળીને ૭,૫૪,૨૦૦ લાખ રુપિયાનો મૂદામાલ જપ્ત કરીને શહેરા પોલીસ મથકમા ગુનો રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20200906_163206.jpg

Right Click Disabled!