પગમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો માત્ર 5 જ વર્ષની બાળકીનાં પગમાંથી નીકળી … 

પગમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો માત્ર 5 જ વર્ષની બાળકીનાં પગમાંથી નીકળી … 
Spread the love

રાજ્યમાં ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, પરંતુ આજે જે ઘટના સામે આવી રહી છે. એને જાણીને આપ ચોકી જશો . રાજ્યમાં ભાવનગર જિલામાં આવેલ સિહોર શહેરમાં આશ્ચર્ય પમાડે એવો કિસ્સો સામે આવ્યો છે. નીતિનભાઈ બચુભાઈ સરવૈયાની માત્ર 5 વર્ષની દીકરીને પગમાં દુઃખાવો થતાં તબીબની પાસે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આ દરમિયાન તબીબને જાણવા મળ્યું હતું, કે બાળકીનાં પગમાં બંદુકની ગોળી વાગેલી છે.

તબીબોએ સારવાર વખતે બાળકીનાં પગમાંથી સફળ રીતે ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવામાં આવી હતી. જો, કે નવાઈની વાત તો એ છે, કે બાળકીએ આ ગોળી વાગી હતી. આ અંગે પરિવારને જાણ કરવામાં આવી ન હતી. પરિવારજનોનાં કહેવાં મુજબ બાળકીને ગત ફેબ્રુઆરીમાં ગોળી વાગી હતી તથા પરિવારજનો ઠપકો આપશે એવી બીકને કારણે જાણ કરવામાં આવી ન હતી.ઘટનાની પ્રાથમિક મળતી માહિતી એવી છે, કે સિહોરમાં આવેલ સાગવાડી ગામ પાસે રહેતાં એક પરિવારની માત્ર 5 વર્ષની દીકરીને પગમાં ગોળી વાગી હતી.

જેનો દુઃખાવો થતાં પરિવાર દ્વારા તબીબની પાસે સારવાર લેતાં ખ્યાલ આવ્યો હતો, કે બાળાનાં પગમાં ફાયરિંગ થયેલ ગોળી વાગેલી છે. દીકરીનો પરિવાર સિહોરમાં આવેલ સાગવાડી પાસે રહે છે. માત્ર 5 વર્ષની દીકરીને ફાયરિંગથી ગોળી વાગી કંઈ રીતે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. બાળાએ પગમાં દુઃખાવો ઉપડવાંની પરિવારને ફરિયાદ કરી હતી. પરિવાર બાળકીને સારવાર માટે બાળરોગ નિષ્ણાંતની પાસે લઈ ગયો હતો. બાળાની સારવાર જાણવા મળ્યું હતું, કે એમનાં પગમાં ગોળી છે. ડોક્ટરે તથા ટીમ દ્વારા બાળકીનાં પગનું સફળ રીતે ઓપરેશન કરીને તેનાં પગમાંથી ગોળી કાઢી હતી.

બાળકીએ પરિવારની ભયને કારણે ઘરે વાત કરી ન હતી. પગમાં દુઃખાવો થતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. અહી ઉલ્લેખનીય છે, કે સિહોર-ટાણા રોડ પર કુલ 3 જિલ્લાનું ફાયરિંગબટ આવેલુ છે. જ્યાં ઘણીવાર ફાયરિંગની ટ્રેનિંગ શરૂ હોય છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળકીનાં પિતા નીતિનભાઈએ જણાવતાં કહ્યું હતું, કે મારી પુત્રીને ગોળી ફેબ્રુઆરી મહિનામાં વાગી હતી. અમને હતું, કે કૂતરું કરડેલું હશે. હાલમાં દુ:ખાવો થતાં અમે ડોક્ટરની પાસે લઈ ગયા હતાં ત્યારે જાણ થઈ કે પગની અંદર ગોળી રહેલી છે .જ્યારે થોડા સમય અગાઉ ફાયરિંગબટ ખાતે પ્રેક્ટિસ દરમિયાન વાડી વિસ્તારમાં ગોળીઓ પહોંચી હોય એવું બની શકે છે. સચ્ચાઈ તો પોલીસ તપાસ કરતાં જ અંતે બહાર આવશે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

Screenshot_20200830-111544_Facebook.jpg

Right Click Disabled!