પત્નીએ વટાવવા આપેલી નકલી ચલણી નોટો સાથે પતિ ઝડપાયો

પત્નીએ વટાવવા આપેલી નકલી ચલણી નોટો સાથે પતિ ઝડપાયો
Spread the love

વડોદરા વારસિયા વિસ્તારમાં સુશીલ નગર કો-ઓપરેટિવ સોસાયટીના નાકા પાસે એક યુવક બોગસ ચલણી નોટો બજારમાં વટાવવાની કોશિશ કરી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી આ યુવકને ઝડપી લીધો હતો. તેની પાસેથી 500 રૂપિયાના દરની 9 નકલી નોટો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી આ ચલણી નોટો તેની પત્નીએ તેને વટાવવા માટે આપી હોવાનું બહાર આવતા પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધ્યો હતો પ્લાસ્ટિકની થેલીમાં 500ના દરની 9 બોગસ ચલણી નોટો મળી આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે સુશીલનગર કો-ઓપરેટિવ સોસાયટીના નાકા પાસે એક્ટિવા સાથે ઊભેલા એક શખ્સ પાસે બોગસ ચલણી નોટો છે અને તે માર્કેટમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે જેથી પોલીસે દરોડો પાડી તેની તલાશી લેતા તેની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં 500ના દરની 9 બોગસ ચલણી નોટો મળી આવી હતી. આ થેલીમાં કેટલીક અસલી ચલણી નોટો પણ મળી આવી હતી પોલીસે તપાસ કરતા તેનું નામ મનોજ પન્નાભાઈ મારવાડી રહે. વૈકુંઠ-2 ખોડિયારનગર ન્યૂ વીઆઇપી રોડ હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવીને ચલણી નોટોની ચકાસણી કર્યા બાદ પૂછપરછ કરતા તેને તેની પત્ની દલુ ઉર્ફે જલુએ આ નોટ બજારમાં વટાવવા માટે આપી હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બોગસ નોટોમાં કાગળની ગુણવત્તા હલકી પોલીસે એફએસએલ અધિકારીઓને બોલાવીને આ બોગસ ચલણી નોટોની ચકાસણી કરાવતા આ નોટોનો કાગળ હલકી કક્ષાનો તથા છાપકામ પણ ઊતરતી કક્ષાનું હોવાનું જણાયું હતું. પહેલી નજરમાં જ આ નોટો સ્કેન કરેલી ઝેરોક્સ હોવાનું ઘણી નોટો અલગ-અલગ નંબર ધરાવતી હોવાનું તેનું કદ પણ પ્રમાણભૂત ન હોવાનું અને કોઈ સિક્યુરિટી થ્રેડ પણ જણાયો ન હતો જેથી એફએસએલ દ્વારા આ નોટો બોગસ હોવાનો અભિપ્રાય આપતા પોલીસે નોટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી.

મહિલા મુંબઈથી નકલી નોટો લાવી હતી પોલીસે બોગસ ચલણી નોટ સાથે પકડાયેલા મનોજ મારવાડીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે છૂટક કાપડનો ધંધો કરે છે અને મુંબઈથી કાપડ લાવે છે. તેની પત્ની દલુ 5 દિવસ પહેલા કાપડની ખરીદી કરવા માટે મુંબઈ ગઈ હતી. ત્યારે મુંબઈથી આ ચલણી નોટો લાવી હતી જોકે તે કોની પાસેથી નોટો લાવી હતી તેની તેને જાણ ન હોવાનો બચાવ તેણે કર્યો હતો તેની પત્નીએ આ નોટો ભીડ ભાડવાળી જગ્યાએ વટાવવા માટે આપી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.

old-not.jpg

Right Click Disabled!