પત્ની પર જાનલેવા હુમલો કરી પતિ દ્વારા ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિષ

વલસાડ જિલ્લા ના અબ્રામા ના છોટુભાઈ પાર્ક 3 ની ઘટના , ડાઈવોર્સ ના કારણે પ્રેમી પતિએ એની પત્ની પર હુમલો કરી પોતે ફેનાઇલ પી ને આત્મહત્યા નો પ્રાસ કર્યો. અબ્રામા ના છોટુ પાર્ક 3 મા બપોર ના સમયે એમના પરિવાર સાથે રેહતી હતી કુશ્બુબેન પટેલ .એજ સમય બારડોલી પરસિંગ ની ધરમપુર મા રેહતો પ્રતીક કુમાર કમલેશભાઈ પટેલ, વેગનાર કાર મા જેનો નંબર GJ 19 A 6573 હતો . ગાડી મા થી ધારદાર હથિયાર લઇ એ પત્ની ના ઘર મા પ્રવેશ કર્યો. ઘરમા ઉગ્ર બોલચાલ પછી પતિએ એના પત્ની ઉપર જાણલેવા હુમલો કરીને પોતે બાથરૂમ મા જઈ ને ફેનાઇલ પી ને આત્મહત્યાનો પ્રાસ કર્યો. પત્ની ના ભાઈએ એના ઘાયલ બેન ને ડૉક્ટર હૉઉસે ભરતી કર્યો અને પતિ ઘરમાં જ પડ્યો હતો જ્યારે પોલીસ ને ઘટના ની ખબર પડી તો ઘટના સ્થળે પહોંચી ને પતિ ને 108 માં મૂકી ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વાતચીત પછી પત્ની ના ભાઈએ કહ્યું કે પતિએ અને પત્નીએ લવ મેરેગે કર્યા હતા પણ એ લોકો છુટા રેહતા હતા.
