પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ
Spread the love

પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા..પ્રયોજક શ્રી સલીમભાઈ બાવાણી સહિતના આગેવાનોની હાજરીમાં બોટાદ જિલ્લાના પત્રકારોની મીટીંગ કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાને રાખી યોજાઈ હતી. આજે તા..૫/૭/૨૦૨૦ ના રોજ બપોરના ૪/૦૦ કલાકે બોટાદના સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઈ. જેમાં પ્રદેશ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી માસ્ક આપી સૌ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત શબ્દોથી પિયુષભાઈ શાહે કર્યું હતું. કાર્યક્રમનુ માર્ગદર્શન રાજુભાઈ શાહે આપ્યું હતું. પત્રકાર એકતા સંગઠન શું કામ તેનું માર્ગદર્શન સલીમભાઈ બાવાણી એ કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ સંગઠન ની રચના,સંગઠન ના નીતિ નિયમો, સંગઠનની ગાઇડલાઈન તેમજ પ્રમાણિક પણે સમાજ નો અરીસો બની સત્ય પ્રગટ કરે તે સાચો પત્રકાર..અને સાચા પત્રકારો માટે સંગઠન સાથે છે. બોટાદમાં જિલ્લા સંગઠન ની રચના સર્વાનુમતે કરતા ઉપસ્થિત પત્રકારો ના એક સુર થી કાર્યકારી પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ  ની નિયુક્તિ થતાં તેઓને નિયુક્તિ પત્ર સલીમભાઈ બાવાણી એ આપી અભિનંદન પાઠવ્યા હતા..

Right Click Disabled!