પબજી ગેમના ચાહકોએ અંતિમયાત્રા કાઢી

ચીની તથા અન્ય વિડિયો-ગેમ્સના વિવિધ પ્રકારના વિવાદ વચ્ચે પબજી ગેમના ચાહકો એ ગેમનો જનાજો કાઢીને વિનર વિનર ચિકન ડિનર સૂત્રનો ઉચ્ચાર કરતા હોય એવો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મુકાયો છે ચીની તથા અન્ય વિડિયો-ગેમ્સના વિવિધ પ્રકારના વિવાદ વચ્ચે પબજી ગેમના ચાહકો એ ગેમનો જનાજો કાઢીને ‘વિનર, વિનર, ચિકન ડિનર’ સૂત્રનો ઉચ્ચાર કરતા હોય એવો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મુકાયો છે જે લોકોમાં જબરો વાઇરલ થયો છે.
વિડિયોના બૅકગ્રાઉન્ડમાં યાદ તેરી આયેગી મુઝકો બડા સતાયેગી ગીત સંભળાય છે. પબજીની સાંકેતિક નનામી ઉપાડીને એક યુવાન કહે છે કે ‘આ ગેમ માટે તો ગર્લફ્રેન્ડને પડતી મૂકેલી અને તું જ જતી રહી ? પબજીના નામે જાણીતી મલ્ટિપ્લેયર ઍક્શન ગેમ પર પ્રતિબંધ મુકાતા એના ચાહકો અને પ્રશંસકોએ મજાકિયા અંદાજમાં પોતાની વ્યથા રજૂ કરી છે.
