પરડવામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

પરડવામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
Spread the love
  • પડાણામાં વધુ બે, મોટા પાંચ દેવડામાં પણ એક ઇંચ, જામજોધપુરમાં હળવા ઝાપટા
  • જામનગર સહિત જિલ્લાના મોટાભાગના સ્થળોએ મંગળવારે દિવસભર વરસાદનો વિરામ

જામનગર શહેર-જિલ્લામાં મંગળવારે મેઘરાજાએ મહદઅંશે વિરામ લીધો હતો. જ્યારે જામજોધપુરમાં રાત્રીથી મોડી સાંજ સુધીમાં હળવા ભારે ઝાપટા માર્ગો ભીના કર્યા હતા. તાલુકાના પરડવા ગામે સોમવારે રાત્રી સુધી અવિરત ધોધમાર વરસાદે પાંચેક ઇંચ પાણી વસાવ્યુ હતુ. લાલપુર પડાણામાં બે અને મોટા પાંચ દેવડામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

જામનગરમાં મંગળવારે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જામજોધપુરમાં ગતરાત્રીથી મોડી સાંજ સુધી હળવા ઝાપટા ચારેક મિમિ પાણી વરસાવતા માર્ગ ફરી ભીના થયા હતા. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં સોમવારે મંડેલા મેઘરાજાએ પરડવા ગામ ધોધમાર વરસાદ વરસતા મંગળવારે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં જ વધુ પાંચેક ઇંચ પાણી પડ્યું હતું. જેથી માર્ગ ઉપરાંત અમુક ખેતર પણ પાણીથી તરબતર થયા હતા.

લાલપુર પડાણામાં વધુ ૪૭ મીમી, કાલાવડના મોટા પાંચ દેવડા ગામ ૨૫ મીમી, નવાગામમાં ૧૦ મીમી, જામજોધપુર પંથકના સમણામાં ૧૨ મીમી અને જામનગર જાળીયા દેવાણીમાં મંગળવારે સવાર સુધીમાં વધુ સાત મીમી પાણી વરસ્યું હોવાનુ કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ. ગત સપ્તાહમાં જામનગર સહિત જિલ્લાના તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસતા સાર્વત્રિક ધીંગો વરસાદ નોંધાયો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Rain-14.jpg

Right Click Disabled!