પરીક્ષા પર ચર્ચાને બદલે PMએ રમકડા પર કરી ચર્ચા, રાહુલ ગાંધી

પીએમ મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશ વાસીઓને સંબોધિત કર્યું. પીએમ મોદીના કાર્યક્રમનું પ્રસારણ પૂરું તતાં જ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા PM મોદીને કહ્યું કે દેશમાં NEET અને JEEની પરીક્ષા દેનારા ઇચ્છે છે કે વડાપ્રધાન તેમની સાથે પરીક્ષા પર ચર્ચા કરે પણ વડાપ્રધાને દેશના લોકો સાથે ‘રમકડાં પર ચર્ચા કરી.’ જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સાથે ચાય પે ચર્ચા નામનો એક કાર્યક્રમ તૈયાર કર્યો હતો.
જે ખૂબ જ લોકપ્રિય થયો હતો. કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષે તે જ કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ અંગે વડાપ્રધાન પર કટાક્ષ કર્યો છે.રાહુલ ગાંધી આ પહેલા પણ NEET અને IIT JEE પરીક્ષાને લઈને મોદી સરકાર પર પ્રશ્નો ઉભા કરી ચૂક્યા છે, આ પહેલા તેમણે એક વીડિયો દ્વારા વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું હતું. જ્યાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ આવતી કાલનું ભવિષ્ય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્ર સરકાર અક્ષમ છે, તો સરકારને તમારા પર દબાણ કેમ નાખવું જોઇએ.
જણાવવાનું કે દેશમાં NEET અને IIT JEEની પરીક્ષાને લઈને સરકાર અને વિપક્ષ સામ-સામાં આવી ગયા છે. સરકારનું તર્ક છે કે કોરોના સંકટ દરમિયાન સાવચેતી સાથે પરીક્ષા કરાવી શકે છે તો વિપક્ષનું કહેવું છે કે એક સાથે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની એકતા તેમના સ્વાસ્થ્ય અને જીવન સાથે જોખમ પુરવાર થઈ શકે છે.
