પાક વીમાનું પોલંપોલ કરોડોનું કૌભાંડ…?

પાક વીમાનું પોલંપોલ કરોડોનું કૌભાંડ…?
Spread the love

રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટયો છે. રાજ્યમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે.હવે પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે.જૂનાગઢના માણાવદર તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામા પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે.માત્ર બે તાલુકામાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે સમગ્ર કૌભાંડની ખોલી પોલ છે. પાક વીમાના નામે ખેડૂતોને કૌભાંડીઓ લુંટી ગયાનો આરોપ લાગ્યો છે.આ કૌંભાંડ મામલે સ્પષ્ટતા આપવા ખેડૂત એકતા મંચે માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં નિયમ મુજબ ટકાવારી પ્રમાણે ૬૮.૮૯% પાક વિમો મળવા પાત્ર હતો.જો કે સરકાર અને વીમા કંપની દ્વારા મુળી તાલુકામાં ૧૧% પાક વીમો જાહેર કર્યો હતો.

જેથી પાક વિમામાં ૫૭.૮૯ ટકા ભ્રષ્ટાચારની ટકાવારી છે.ખેડૂતોને પ્રતિ હેક્ટર દિઠ ૫૫ હજાર ૧૧૨ રૂપિયા પાકવીમો મળવા પાત્ર હતો.તેને પ્રતિ હેક્ટર દિઠ ૮ હજાર ૮૦૦ રૂપિયા પાક વીમો આપવામાં આવ્યો હતો.એટલે પ્રતિ હેક્ટરે ૪૬ હજાર ૩૧૨ રૂપિયા ખેડૂતોના હકક્ના પાક વિમા કંપની અને સરકાર ચાઉ કરી ગઇ છે.સુરેન્દ્નનગરના મૂળી અને જૂનાગઢના માણાવદરમાં પાક વિમામાં કૌભાંડ આચરવામાં આવ્યાનો આક્ષેપ થયો છે. ત્યારે ખેડૂત એકતા મંચે બે તાલુકાઓના જ ખુલાસા કરીને સૌને ચોંકાવી દીધા છે. તેવામાં ખેડૂત એકતા મંચે રાજ્યભરના આંકડાઓ તરત જ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ ઉપરાંત જે જિલ્લાઓમાં પાકવીમાના આંકડામાં ગેરરીતિ સામે આવે ત્યાં વિજિલન્સ કમિશનર દ્વારા તપાસની માંગ કરી છે. ખેડૂત એકતા મંચે પાક વીમાની પોલંપોલ સામે આવ્યા બાદ કરેલી માંગ પર નજર કરીએ તો આખા ગુજરાતના આંકડાઓ તરત જ જાહેર કરવામાં આવેખેડૂતને તે આંકડા જાવાની,ચેક કરવાની,ગણતરી કરવાની છૂટ અપાય જ્યાં આંકડાઓની ગેરરીતિ ધ્યાને આવે ત્યાં ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરિંગ કમિટીની જવાબદારી નક્કી થાયજવાબદારો સામે તાત્કાલિક ફોજદારી કેસ દાખલ થાય જ્યાં આંકડાની ગેરરીતિ પકડાય ત્યાં વિજિલન્સ કમિશનર દ્વારા તપાસ થાય ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટીના સરકારી સભ્યોની સંપતિની તપાસની માંગ.

vD9AZIAZ.jpg

Right Click Disabled!