પાટણ : સિધ્ધપુરના સેન્દ્રાણાના ગામલોકોએ દારૂ પકડી પાડ્યો

સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની મહામારી ચાલી રહ્યી છે, ત્યારે પાટણ જિલ્લા ના સિધ્ધપુર તાલુકા ના સેન્દ્રાણા ગામેથી મહિન્દ્રા એક્સયુવી ગાડીમાંથી ૫૮૨ ઇંગ્લિશ દારૂની બોટલ આશરે કિંમત ૬,૨૮,૪૭૫નો મુદ્દામાલ ઝડપાયો. પાટણ જિલ્લા ના સિધ્ધપુર તાલુકા માં આવેલા સેન્દ્રાણા ગામમાં ગ્રામજનો દ્વારા બહારથી આવતા લોકો માટે નાકા બંધી કરવામાં આવી છે ત્યારે આજે મહિન્દ્રા એક્સ યુ વી ગાડી ફૂલ ઝડપે ગામ માં પ્રવેશી ત્યારે ગામના માર્ગો પર બે થી ત્રણ લોકો અડફેટે લીધા ત્યારે તે લોકો નો આબાદ બચાવ થયો છે.
જ્યારે ગામ ના સરપંચ તથા ગામ ના લોકો દ્વારા ગાડીનો પીછો કરવામાં આવ્યો અને આ ગાડી સેન્દ્રાણા ગામની નદીમાં બાવળ ની જાડિઓમાં ઘૂસી ગઈ હતી અને ગાડી ચલાવનાર ગાડી ચાલુ હાલત માં મૂકી ને ત્યાંથી નાસી ગયો ત્યાર બાદ ગ્રામ જનો અને સરપંચ દ્વારા ગાડીને પોલીસ મથકે લઈ જાણ કરાઈ છે અને પોલીસ તરત જ સ્થળ ઉપર આવી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગાડીમાંથી રૂપિયા ૬,૨૮,૪૭૫ નો ૫૮૨ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો.
જય આચાર્ય
