પાટનગરમાં કરોડોના ખર્ચની વિકાસ યોજનાઓ અમલમાં

પાટનગરમાં કરોડોના ખર્ચની વિકાસ યોજનાઓ અમલમાં
Spread the love

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ સેવા સપ્તાહની ઉજવણીનો સે-૧૯ના સ્પેશ્યલ ચીલ્ડ્રન હોમ ખાતે રાજયના નાયબ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો અને આ પ્રસંગે તેમણે કહયું હતું કે કરોડો રૂપિયાના વિકાસ કામોની યોજનાઓ હાલ અમલમાં છે અને આગામી દિવસોમાં વધુ કામો હાથ ઉપર લેવામાં આવનાર છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે મહાનગર ભાજપ દ્વારા આ અઠવાડીયાને સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે સે-૧૯ના સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકોને સન્માનવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહયા હતા. તેમણે આ પ્રસંગે કહયું હતું કે ગાંધીનગર શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામો હાલ પ્રગતિમાં છે અને કોર્પોરેશન દ્વારા હજુ વધુ કામોને મંજુરી આપવામાં આવનાર છે. જે.ડી.પટેલ પ્રગતિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ સ્પેશ્યલ ચિલ્ડ્રન હોમમાં અનાથ અને દિવ્યાંગ સહિત ૭૦ જેટલા બાળકોની માવજત કરવામાં આવી રહી છે.

content_image_e578c299-c07a-4ba1-8d03-c576d3261ab4.jpg

Right Click Disabled!