પારા લીગલ વોલેયન્ટર્સની નિમણુક માટેની અરજી તા. ૩૧મી માર્ચ સુધી કરી શકાશે

Spread the love

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર દ્વારા આગામી વર્ષ- ૨૦૨૦-૨૧ અન્વયે પારા લીગલ વોલેયન્ટર્સની નિમણુંક કરવામાં આવનાર છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ જે લોકો સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા હોય તેમજ સામાજિક સેવા કરવા ઇચ્છુક હોય તેઓશ્રીએ જિલ્લા કક્ષા માટે રૂમ નંબર – ૧૦૧, પ્રથમ માળ, ન્યાયમંદિર, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે નિયમત નમૂનાના ફોર્મમાં મેળવી તારીખ ૩૧મી માર્ચ સુધીમાં વિગતવાર ભરી પરત જમા કરાવવાનું રહેશે. તેમજ કલોલ, માણસા, દહેગામ તેમજ ગાંધીનગર તાલુકા કક્ષા માટે જે તે તાલુકા કાનૂની સેવા સમિતિ કે જેની ઓફિસ જે તે તાલુકામાં કાર્યરત તાલુકા કોર્ટમાં આવ્યા છે. ત્યાં સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના સચિવ શ્રી પી.એસ.રાઠોડે જણાવ્યું છે.

Right Click Disabled!