પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના હસ્તે દિવ્યાંગ લોકોને રાશનકીટનું વિતરણ

પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના હસ્તે દિવ્યાંગ લોકોને રાશનકીટનું વિતરણ
Spread the love

પાલનપુર,
કોરોનાની વૈશ્વિક મહામારીના લોકડાઉનના સમયમાં પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે ૧૦૦ જેટલાં દિવ્યાંગ લોકોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગોએ બનાસકાંઠા કલેકટરશ્રી અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. રાશનકીટ વિતરણ સમયે નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.જે.ચાવડા, વ્યાજબી ભાવની દુકાન એસોશિએશનના પ્રમુખશ્રી કેશરસિંહ સહિત અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Right Click Disabled!