પાસા કાયદા હેઠળ સોશિયલ મીડીયા પરની લગામ પ્રજાના અવાજને દબાવીને રૂંધવાની પ્રક્રિયા છે…?

Spread the love

વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરશનભાઈ વાડોદરીયાએ બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ સરકારના લોકોને ચુપ કરવાના નવા કાયદા સામે અવાજ ઉઠાવ્યો છે છેલ્લા કેટલાય સમયથી વિવિધ નાટકીય અંદાજમાં ગુજરાત સરકાર તરકટબાજ બની અને મદારીના ખેલની જેમ પ્રજાને ચલ ઉઠ જા, ચલ બેઠ જા જેવા તૂકકાબાજી વાળા નિયમો લાદી રહી છે.ભાજપાના આઈ.ટી. સેલ વાળા સરકારની સામે સોશિયલ મીડીયામાં ઉઠાવતા દરેક વિરોધને દબાવવાના પ્રયાસો કરી રહયા છે,પણ નિષ્ફળ બનેલા આ પ્રયાસની સામે સોશિયલ મીડિયાની મુખ્ય ભૂમિકાના કારણે ગત ૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીમાં મળેલી હારને લીધે સતાથી અલિપ્ત થઈ ઉંધા માથે પડી ધૂળ ચાટવી પડી હતી તેના પૂર્વાયોજનની રણનીતિ નો એક ભાગ ગણવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર બે શબ્દોમાં કરેલી ટીકા ટિપ્પણી માટે પાસાનો કાયદો લગાડનાર અેક વરસ પહેલા બાંધેલા પુલ બેસી જાય તો કોન્ટ્રાક્ટરની સામે પગલા લેવાનો કોઈ કાયદો લાગતો નથી પી. યુ. સી. ની જરૂર નથી એવા વાહનો માટે પી. યુ. સી. દંડની જોગવાઈ કરવામાં આવે છે વગર લાઇસન્સ વાહન ચલાવતા લોકો દંડનીય છે પણ પેટ્રોલ ડીઝલમાં મિલાવટ કરનારા સાથે ખાણી પાણીની બેઠક કરવામાં આવે છે લોકશાહીમાં પ્રજા ઉપરના આ પ્રતિબંધને હીટલર શાહીના ઉદાહરણ સ્વરૂપે જોવામાં આવે છે.નાની દુકાનો પર બે ત્રણ ગ્રાહકને સાથે જોઈ સોશીયલ ડિસ્ટન્સ નો ગુન્હો લગાડવામાં આવે છે.

જાહેર રોડ પર રાસડા લેતા માટે કાયદો કયાં લાગુ પડે છે માસ્કના પહેરેલો હોય તો મહીને ૨૦૦૦ કમાવવા વાળા મજૂરને ૧૦૦૦ નો દંડ કરવામાં આવે છે પણ વગર માસ્કે હમણાં સતાધારીઓના કાયૅક્રમને સંબોધતા અને કૂવાના દેડકાની જેમ ઉછળી ઉછળી સારા થવાની હોડમાં એક પક્ષના અાઈ ટી સેલના રોબિનહુડોના ફોટોગ્રાફ જોવા મળેલ ત્યારે ત્યાં તૈનાત કાયદાકીય અધિકારીઓને માસ્ક વગર ના માણસો ના દેખાયા, વરસોની મહેનત પછી પરીક્ષામાં પાસ થઈ જશું જ ના વિશ્ચાસ સાથે આશાવાદી બેરોજગારો પેપર ફૂટી ગયુ અને પરીક્ષા રદ થાય તો શું આ સિસ્ટમની સામે રોષ ના ઠાલવી શકાય?

આ વિરોધને જો કાયદાભંગ તરીકે જોવામાં આવે તો પાસાનો ગુન્હો દાખલ કરવામાં આવશે પ્રજાના અવાજને બુલંદીથી ઉઠાવવાનારને સરકાર ઉઠાવીને જેલમાં નાખવાનો કારસો ગોઠવી રહી છે. સાઇબર ક્રાઇમના નામે પોતાનો રોફ જમાવવવા કેટલાક શિક્ષિત યુવાનોને ધમકાવવામાં આવ્યા હતા કે જેઓ ૩૧ ઓગષ્ટ ના રોજ ગાંધીનગર ખાતે પોતાની રજૂઆત કરવા માટે જવાના હતા. આ પરથી એમ પણ તારણ કાઢવામાં આવે છે કે સરકારના વખાણ કરવા જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો બાકી જો તમે નિંદા કે જન અાક્રોશની વાતો કરશો તો તમારે જેલમાં જવાની પણ તૈયારી રાખવાની રહેશે.

રિપોર્ટ : જીગ્નેશ મહેતા (વિસાવદર)

Right Click Disabled!