પિતાના હેવાન મિત્રએ યુવતીના ફિયાન્સને કહ્યું “તારી મંગેતરે મારી જોડે શારીરિક સબંધ બાંધ્યા છે”

પિતાના હેવાન મિત્રએ યુવતીના ફિયાન્સને કહ્યું “તારી મંગેતરે મારી જોડે શારીરિક સબંધ બાંધ્યા છે”
Spread the love

અમદાવાદ : ઓઢવમાં પિતાના હેવાન મિત્રએ યુવતીની સગાઈ તોડાવા માટે ફિયાન્સને કહ્યુ કે, તારી મંગેતરે મારી જોડે શારીરિક સબંધ બાંધ્યા છે, તેના વીડિયો પણ છે. યુવતીની લકવાગ્રસ્ત માતા,બેકાર પિતા અને ઘરની કફોડી આર્થિક સ્થિતીનો આરોપીએ ફાયદો લેવા મદદગાર બનવાનો ડોળ કર્યો અને પરિવારને આર્થિક મદદ કરી હતી. બાદમાં યુવતીને વશમાં કરવા તમામ પ્રયત્નો કર્યા હતા. યુવતી તાબે ન થતાં આરોપીએ પોત પ્રકાશી પોતે આપેલા રૂપિયા પરત માંગ્યા અને યુવતીની સગાઈ તોડાવા પ્રયાસ કર્યા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસે શુક્રવારે સાંજે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ઓઢવ વિસ્તારમાં રહેતી કરૂણા (નામ બદલ્યું છે)ના માતાને લકવાની બિમારી અને પિતા બેકાર હોવાથી પરિવારની આર્થિક સ્થિતી કફોડી હતી. તે સમયે કરૂણાના પિતાના મિત્ર અરવિંદસિંહ જમાદારસિંહ સોલંકી મદદગાર બનીને આવ્યા હતા. નિકોલ ખાતે માસ્તરની ચાલીમાં રહેતાં અરવિંદસિંહએ પરિવારને લોકડાઉનમાં અનાજ,મરી મસાલા ભરી આપ્યા તેમજ મકાનના સમારકામ માટે કરૂણાના પિતાને રૂ.1.50 લાખ આપ્યા હતા. લોકડાઉનમાં કરૂણા સાથે વાતચીત કરી અરવિંદસિંહ હમદર્દી બતાવતો હતો. બાદમાં ધીરે ધીરે આરોપીએ કરૂણાને ફસાવવા માટે મોબાઈલમાં મજાક મસ્તી અને બિભસ્ત મેસેજ કરવાનું શરૂ કર્યું હતું.

આ રીતે કરૂણાને ફસાવી તેનો દુરૂઉપયોગ કરવાની આરોપીની મેલીમુરાદ સફળ રહી નહતી. કરૂણાએ આરોપીને આ પ્રકારે મેસેજ ન કરવા કહ્યું હતું. આરોપી કરૂણાને બિભસ્ત અપશબ્દો લખી મેસેજ કરતો હતો. કરૂણા ઓફિસ જવા નિકળે ત્યારે આરોપી અવારનવાર પીછો કરતો હતો. તેમ છતાં કરૂણા આરોપીના તાબે થઈ ન હતી. આથી ઉશ્કેરાયેલા આરોપી અરવિંદસિંહ ચૌહાણે પૈસાની ઉઘરાણી કરી રૂ.7 લાખની માંગણી કરી હતી. કરૂણાના ફિયાન્સને કહ્યું તારી મંગેતરે મારી જોડે શારીરિક સબંધો બાંધ્યા છે, તેના વીડિયો મારી પાસે છે. જે હું વાયરલ કરી દઈશ. આ રીતે આરોપી યુવતીની સગાઈ તોડવાનો પણ પ્રયાસ કરી ચુક્યો હતો. બનાવ અંગે યુવતીએ આરોપી અરવિંદસિંહ જમાદારસિંહ ચૌહાણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

IMG-20200913-WA0000.jpg

Right Click Disabled!