પિસ્તાની લૂંટ કાંડમાં પાંચ પોલીસોની ભૂંડી ભૂમિકા

પિસ્તાની લૂંટ કાંડમાં પાંચ પોલીસોની ભૂંડી ભૂમિકા
Spread the love

ભુજ કચ્છ સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર દોઢ કરોડના પિસ્તાની લુંટ પ્રકરણમાં પોલીસે સતાવાર રીતે બે મુખ્ય સુત્રાધારના નામો જાહેર કરીને ૪૬૩ બોરી ૧.૩૩ કરોડનો મુદામાલ રિકવર કરી લીધો છે. ગત ૯ સપ્ટેમ્બરે મુંદરાના સૌરાષ્ટ્ર સીએફએસાથી મુંબઈ જતી ટ્રકમાંથી ૧.૪૪ કરોડની૨૫ હજાર ૧૧૦ કિલોગ્રામ પિસ્તાની ચકચારી લુંટનો બનાવ બન્યો હતો.મેઘપર બોરીચીના હુન્ડાઈ શો રૃમ નજીક પુલીયા પાસે બંદુકના નાળચે ફિલ્મી ઢબે થયેલી લુંટમાં અંજાર પોલીસ માથકના પાંચ પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવતા રાજયભરના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

આ બનાવ અંગે રેન્જ આઈજી જે.આર.મોથાલીયા અને પૂર્વ કચ્છ એસ.પી.મયુર પાટીલની સુચના-માર્ગદર્શન તળે તપાસ પૂર્વ કચ્છ એલસીબી-એસઓજીને સોંપાઈ હતી. જેઓની તપાસ દરમિયાન ખેડાોઈના શખ્શોની સંડોવણી હોવાનું બહાર આવતા એક કિશોરને ઉઠાવીને તપાસ હાથ ધરતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ બનાવ અંગેની વધુ માહિતી આપતા અંજારના પી.આઈ. જી.કે.વહુનીયાએ જણાવેલ હતુ કે, આ લુંટ કેસમાં પકડાયેલા બે સુત્રાધાર પૈકી રીકીરાજસિંહ લગાધીરસિંહ સીંધલ સોઢા અદાણી પોર્ટમાં ખાનગી એજન્સીમાં પેટા કોન્ટ્રાકટ બેઝ કર્મચારી છે. રીકી રાજસિંહે પિસ્તા ભરેલી ટ્રક મુંબઈ જવાની હોવાની બાતમી ખેડોઈના હરદિપસિંહ શકિતસિંહ જાડેજાને આપી હતી. ત્યારબાદ હરદિપસિંહે અન્ય સાત આરોપીઓને સાથે લીધા હતા.

આરોપીઓએ પિસ્તા ભરેલી ટ્રકની લુંટ ચલાવ્યા બાદ ટ્રકને મંદિર પાસે લઈ ગયા હતા જયાથી એક ખાલી ટ્રકમાં પિસ્તા ભર્યા હતા જો કે પિસ્તાનો માલ વાધારે હોવાથી બાકીનો માલ જમીન પર કાઢીને બીજી ટ્રકમાં ભર્યો હતો ત્યારબાદ આ માલ ટ્રકમાં કડી અને દહેગામના કોલ્ડ સ્ટોરેજમાં મોકલી દીધી હતી. જ્યારે ખાલી ટ્રક મીઠીરોહર પાસે મુકી આવ્યા હતા આ બનાવમાં પોલીસે રીકી રાજસિંહની ધરપકડ કરી લીધી છે. હાલમાં ૧.૩૩ કરોડના પિસ્તા અને લુંટના ઉપયોગમાં લેવાયેલી ટ્રક રીકવર કરી લીધી છે.

અંજારના પાંચ પોલીસ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયા ગુનો નોંધાશે પોલીસનું કામ ચોરી-લુંટના બનાવનો ભેદ ઉકેલવાનું છે જયારે આ કરોડોના પિસ્તા લુંટ પ્રકરણમાં અંજારના પાંચ પોલીસ કર્મચારીઓની ભુમિકા બહાર આવવા પામી રહી છે. મળતી માહિતી અનુસાર, આરોપીઓ જયારે લુંટનો માલ બીજી ટ્રકમાં ભરતા હતા ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, ખેડોઈ નજીક વિદેશી શરાબનું કટીંગ થઈ રહ્યુ છે. હે.કો.જયુભા જાડેજા, વિશ્વજીતસિંહ જાડેજા, અનીલ ચૈાધરી, દિલીપ ચૈાધરી અને વનરાજસિંહ દેવલ ઘટના સૃથળે દોડી ગયા હતા.

દારૃના બદલે લુંટનો માલ સગેવગે થતો હોવાથી ખાખી વર્દી ધારકો સેટીંગ કરીને પરત આવી ગયા હતા. લુંટમાં સામેલ કિશોર વયનો આરોપી કોન્સ્ટે. વિશ્વજીતસિંહનો સંબંધી હોવાની ચર્ચા છે. આ પોલીસ કર્મચારીઓને પરત આવીને અંજાર પોલીસ માથકે કોઈ નોંધ કરાવી ન હતી અને થાણા અિધકારીને કોઈ જાણ પણ કરી ન હતી. હાલમાં આ પોલીસ કર્મચારીઓઓ સામે ગુનો નોંધીને સસ્પેન્ડ કરવાની તજવીજ ચાલી રહી છે. આ ખાખીવર્દી ધારકો ભુર્ગભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા છે.

content_image_64a0f1fb-448b-4118-a666-b96510a1d070.gif

Right Click Disabled!