પૂર્વ ચેરમેન-સેક્રેટરીએ સાત વિરુદ્ધ ગુનો

પૂર્વ ચેરમેન-સેક્રેટરીએ સાત વિરુદ્ધ ગુનો
Spread the love
  • સુરત સુલતાનાબાદની યોગીકૃપા સોસાયટીનું જમીન પ્રકરણ

સુલતાનાબાદ ખાતે આવેલી યોગીકૃપા કો.ઓ. સોસાયટીમાં માલિકની જાણ બહાર જમીન વેચી દઇને ઠગાઇ કરનાર સોસાયટીના પૂર્વ ચેરમેન, સેક્રેટરી સહિત સાત જણા સામે ડુમસ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ભટાર સ્થિત યોગીકૃપા કો.ઓ. હાઉસિંગ સોસાયટીએ વર્ષ 1993માં ડુમસ સુલતાનાબાદ ખાતે બ્લોક નં210 વાળી જમીન ખરીદી તેના પર 10 પ્લોટની સોસાયટી પાડી હતી. અગાઉ સુરત અડાજણ વિશાલનગર ખાતે રહેતા આલુરી સ્વામીધરે આ સોસાયટીમાં પ્લોટ નં.1 વેચાણથી રાખ્યો હતો. ત્યારબાદ વર્ષ 1997માં આલુરી પરિવાર સાથે હૈદ્રાબાદ સ્થાયી થયા હતા.

દરમિયાનમાં વર્ષ 2000માં પુર્વ ચેરમેન સ્વ.ચંપકલાલ તથા સેક્રેેટરી ઠાકોરભાઇએ જમીન રાજેશ ખાનચંદાનીને ખોટી રીતે વેચાણ કરીને કબજા રસીદ તથા શેર સર્ટીફિકેટ આપી દઇ છેતરપિંડી કરી હતી. આ શેર સર્ટીના આધારે રાજેશ ખાનચંદાની, દિનેશ મોરડીયા, કવિતા લઠ્ઠા તેમજ જીજ્ઞેશ શાહને એક બીજાને વેચાણ કરીને સભ્ય બનાવ્યા હતા. જોકે, આ અંગે સોસાયટીની એનઓસી તે પૂર્વ મંજુરી લીધા વગર જ વેચી દીધી હતી. આ અંગે દિપા ભાવેએ ડુમસ પોલીસમાં સોસાયટીના પૂર્વ ચેરમેન સ્વ. ચંપકલાલ જીનવાલા, પૂર્વ સેક્રેટરી ડાહ્યાભાઇ પટેલ, ઠાકોરભાઇ પટેલ, સ્વ. રાજેશ ખાનચંદાની, દિનેશ ખીમજી મોરડીયા, કવિતા લઠ્ઠા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

0.jpg

Right Click Disabled!