પૂર્વ ધારાસભ્યના પત્ની સહિત બે પાલિકા સભ્યોને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ

અમરેલીના ચલાલા નગર પાલિકાના બે સદસ્યોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા. પક્ષના આદેશનો ઉલ્લંઘન કરવા બદલ સદસ્ય અશોકભાઈ વિરજીભાઈ કાકડીયા અને કોકિલાબેન કાકડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રમુખ-ઉપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી મતદાન કરવા માટે આદેશ આપ્યો હતો. આ આદેશનું ઉલ્લંઘન કરી ગેરહાજર રહેતા કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોકિલાબેન કાકડીયા પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડીયાના પત્ની છે. ગાંધીનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસની જીત થઈ છે.
કોંગ્રેસના ગોપાલજી ઠાકોરની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. જયારે ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રમુખને 16 સભ્યોનો ટેકો મળતાં તેઓ વિજેતા થયા છે. જ્યારે ભાજપના ઉમેદવારની હાર થઈ. ઉપપ્રમુખની ચૂંટણી માટે સુરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવારને 16 મત મળ્યા. આ સાથે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ અઢી વર્ષની મુદત માટે વિજેતા થયા છે. ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ ગોપાલજી તાલુકાનો સંપૂર્ણ વિકાસ કરવા દાવો કર્યો છે.
