પોલીસ ડ્રેસ ના પહેરે તો કોઈ નિયમ નહી ? માણસ રૂમાલ પહેરે તો 1000 દંડ ?

પોલીસ ડ્રેસ ના પહેરે તો કોઈ નિયમ નહી ? માણસ રૂમાલ પહેરે તો 1000 દંડ ?
Spread the love

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ની ગણના દેશના મોટા શક્તિપીઠ તરીકે થાય છે ત્યારે આ ધામમા માઈભક્તો માં અંબાના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. માઈ ભક્તો ખાનગી ગાડીઓમા આવે કે બસ મા આવે પણ માતાજી દર્શન કરીને આંનદીત થાય છે ,હાલ મા કોરોનાનું સંક્રમણ હોઈ આરોગ્ય વિભાગ ની ગાઇડલાઇન નું તમામ લોકો એ પાલન કરવાનું હોય છે. જે માટે મોઢે માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું હોય છે,પોલીસ વિભાગ પણ આ નિયમો નું પાલન થાય તે માટે પોતાની ફરજ બજાવતી હોય છે પણ માસ્ક ની જગ્યા એ રૂમાલ પહેરેલું હોવા છતા પોલીસ દ્વારા 1000 રૂપિયાનો દંડ કરવામાં આવે ત્યારે દુઃખ થાય છે, આવોજ પોલીસનો કડવો અનુભવ અંબાજી ના પતિ પત્ની સાથે થયો હતો અને કાયદાનું ભાન કરાવતી પોલીસ ખાનગી ડ્રેસમા પાવતી આપતા વિવાદ થયો છે.

અંબાજી ગબ્બર રોડ પાસે રહેતા સુનીલભાઈ ઠાકોર અને તેમના પત્ની ફુલીબેન ઠાકોર દાંતા લોકસેવા હોસ્પીટલ ખાતે દાંત નું બતાવવા માટે અંબાજી થી પોતાની ઇકો કારમાં ગયા હતા અને દાંતા હોસ્પીટલ ખાતે બતાવીને પરત અંબાજી આવતા હતા ત્યારે દાંતા ગામ પાસે પોલીસ ની જીપ ઉભી હતી અને કાર મા સુનીલ ભાઈ ઠાકોર એ રૂમાલ લગાવેલો હતો ત્યારે ત્યા હાજર પોલીસકર્મી એ કેમ માસ્ક પહેર્યું નથી તેમ કહી તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતુ અને તેમને ધક્કો મારી નીચે પાડયા હતા અને મોબાઈલ પણ લઇ લીધો હતો તેવો આરોપ સુનીલ ભાઈ એ લગાવેલ છે અને વધુ મા જણાવ્યું હતું કે અમને આ પોલીસકર્મી એ એવું કહ્યું હતું કે મેમા ની પાવતી લેવી હોય તો 1000 રૂપિયા આપવા પડે અને પાવતીના લેવી હોય તો 500 આપવા પડે, આમ આ પતિ પત્ની ની વાત પોલીસ દ્વારા સાંભળવામાં આવી નહીં અને તેમને 1000 રૂપિયા ભરી દંડની પાવતી લીધેલ છે.

પાવતી આપનાર પોલીસકર્મી ખાનગી ડ્રેસ મા ફરજ પર હતા

સુનીલ ભાઈ ઠાકોર દ્વારા આ સમયે પોતે નિર્દોષ છે તે માટે મોબાઈલ થી વિડિઓ પણ બનાવેલ છે જેમા જોઈ શકાય છે કે દંડ ની પાવતી આપનાર પોલીસ ખાનગી ડ્રેસ મા પાવતી આપી રહ્યા છે ,આમ જીલ્લા પોલીસ વડા ,રેન્જ આઇજી અને ડીજીપી ના આદેશ નું કોઈ પાલન અહીં થતું નથી તે જોઈ શકાય છે અને ખાનગી કપડાં મા રહેલી પોલીસ મોઢે રૂમાલ હોવા છતા નિર્દોષ વ્યક્તિ ને દંડ ની પાવતી આપે છે ,આ બાબતે જીલ્લા પોલીસવડા કાયદેસર પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.

મોઢે રૂમાલ બાંધ્યો હોવા છતા 1000 ની પાવતી પોલીસે આપી

અંબાજી ના પતિ પત્ની મોઢે રૂમાલ બાંધીને હોસ્પીટલ ગયા હતા અને પાછા ફરતી વખતે પોલીસ એ આ પતિ પત્ની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને 1000 રૂપિયા નો દંડ થશે કેમ માસ્ક પહેર્યું નથી તેવી ડંફાસો આ ખાનગી પોલીસકર્મીએ આ લોકો સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેમનો મોબાઈલ લઈને નીચે પાડયા હતા તેવા આરોપ સુનીલ ભાઈ અને તેમના પત્ની એ પોલીસ પર લગાવ્યા છે અને આ પોલીસકર્મી એ કહ્યું હતું કે 500 રૂપિયા આપો તો પાવતી ના મળે અને 1000 રૂપિયા આપો તો પાવતી મળશે આમ આ પતિ પત્ની એ 1000 રૂપિયાની પાવતી લીધેલ છે.

અન્ય પોલીસકર્મી મોઢે રૂમાલ બાંધેલા હતા

આ વિડીયો મા દાંતા પોલીસકર્મી લાલ કપડાં મા જોઈ શકાય છે જયારે પાછળ ઉભેલા પોલીસકર્મી મોઢે રૂમાલ બાંધેલા જોઈ શકાય છે ,તો પછી ખાનગી કપડા ના પોલીસકર્મી એ આ પતિ પત્ની પાસે કઈ રીતે 1000 રૂપિયાનો દંડ લીધો ? પોલીસ ડ્રેસ ના પહેરે તો ચાલે ? પોલીસ રૂમાલ લગાવે તો ચાલે ? સામાન્ય જનતા રૂમાલ પહેરે તો 1000 રૂપિયા દંડ ? આ પોલીસકર્મી છે કે ખાનગી માણસ ? રેન્જ આઇજી એ તમામ પોલીસ ને ડ્રેસ મા રહેવાનો આદેશ કર્યો હોવા છતાં કેમ આ પોલીસકર્મી નિયમ નો ભંગ કરે છે ? સામાન્ય માણસ સાથે આ કેવો ભેદભાવ ?

IMG-20200915-WA0027-1.jpg IMG-20200915-WA0026-0.jpg

Right Click Disabled!