“પોલીસ પ્રજાનો મિત્ર છે” એ વાક્ય સાર્થક કરતા ઉપલેટા પોલીસ સ્ટેશનના જવાનો

“પોલીસ પ્રજાનો મિત્ર છે” એ વાક્ય સાર્થક કરતા ઉપલેટા પોલીસ સ્ટેશનના જવાનો
Spread the love

આપણે સૌ જાણીએ છીએ કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે આપણે બધા આ પૃથ્વી ઉપર રહેતા પ્રાણી માત્ર રિટર્ન ટિકિટ લઈને આવ્યો છીએ. આ જગતમાં ઘણા એવા પણ જીવો છે જે મૃત્યુ પામે ત્યારે તેમની પાસે તેમના કોઈ નજીકના સ્વજનો ન હોવાને કારણે ઘણી વખત તેમની ડેડ બોડી રઝડતી જોવા મળે છે. પણ ઘણા કમભાગ્યે જીવોને જો કોઈ સારા માણસનો સંગાથ મળી જાય તો તેમના દેહને ઘણી રાહત મળી જાય છે આવી જ એક ઘટના ઉપલેટા શહેરમાં ભિક્ષાવૃતિ કરી પોતાના સગીર વયના દીકરાનો તેમજ તેમનું ભરણપોષણ કરતાં યુપીના હમીરપુર ગામના રહેવાસી રાજેન્દ્રસીગ ઉર્ફે રાજકુમાર હિંમતસીગ ઠાકોર ઉંમર વર્ષ 45 તેમનુ બીમારીને કારણે મરણ થતાં તેમના કોઈ અંગત સ્વજનો અહીં હાજર ન હોય અને તેમનો સગીર વયનો નો દીકરો કશું કરી શકે તેમ ન હોય આવા વખતે એમ કહી શકાય કે જેમને ભગવાને જ મોકલ્યા હોય એવા ઉપલેટા પોલીસ સ્ટેશનના જમાદાર શ્રી ગોવિંદભાઈ વાઘમશી તેમજ પોલીસ જવાન શ્રી વાસુદેવ સિંહ જાડેજા ને જાણ થતાં તાત્કાલિક તેમના સગા ઓનો સંપર્ક કર્યો હતો.

પરંતુ તેઓ દૂર હોય અહીં પહોંચી શકે તેમ ન હોય અને માનવતાના ધોરણે આ કમભાગ્ય જીવના અંતિમ સંસ્કાર કરી આપવા અપીલ કરતા આ માનવતાવાદી જમાદાર ગોવિંદભાઈ વાઘમશી તેમજ સાથી વાસુદેવ સિંહ જાડેજા એ આ મૃતકની સઘળી જવાબદારી લઇ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાબિત કરી બતાવ્યું હતું પોલીસ જમાદાર શ્રી વાઘમશી ભાઈ દ્વારા આ મરણ જનાર દુખી જીવનો અંતિમ સંસ્કારનો સંપૂર્ણ ખર્ચ પોતે ભોગવ્યો હતો અને સાચા અર્થમાં સમાજને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ માનવતાવાદી સેવા કાર્યમાં તેમની સાથે માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ વિનુભાઈ ચુડાસમા રમેશભાઈ આહુજા તેમજ નગર સેવા સદનના દાનાભાઈ ચંદ્રવાડીયા તેમજ નગર સેવા સદનના કામદારો આ માનવતાવાદી સેવાકાર્યમાં હાજર રહ્યા હતા અને આ દુઃખી જીવને સર્વે સાથે મળીને અવ્વલ મંઝીલે પહોંચાડ્યો હતો.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200715-WA0036-2.jpg IMG-20200715-WA0034-1.jpg IMG-20200715-WA0031-0.jpg

Right Click Disabled!