પ્રથમ વખત શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવામાં આવશે

પ્રથમ વખત શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવામાં આવશે
Spread the love

ગાંધીનગરમાં 21 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ નહીં અપાય. કોરોના મહામારીને કારણે સંજોગો બદલાતા આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 171 ધારાસભ્ય છે. જેમાથી 92 ધારાસભ્ય નીચે હશે. તો 79 ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે. 21થી 25 સપ્ટેમ્બર સુધી ટુંકાગાળાનું સત્ર મળવાનું છે. ત્યારે કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે.

સાવચેતીને કારણે આ વખતે બહારના કોઈ મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ અપાશે નહીં. સત્ર શરૂ થતાં પહેલા તમામ ધારાસભ્યના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ધારાસભ્યો પક્ષની બેઠકમાં હાજર ન રહે તો પ્રથમ દિવસે એક કલાક પહેલાં આવી ટેસ્ટ કરવી શકશે. તો સાથે જ ધારાસભ્યો તેમના વિસ્તારમાં કોરોનાનો ટેસ્ટ કરાવી સર્ટિફિકેટ લઈને આવી શકશે. 171 ધારાસભ્ય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે 92 ધારાસભ્ય નીચે હશે. તો 79 ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન આપવામાં આવશે.

બેઠક વ્યવસ્થા માટે ધારાસભ્ય વહેલા આવી જોઈ શકશે

બેઠક વ્યવસ્થા માટે ધારાસભ્ય વહેલા આવી જોઈ શકશે. ધારાસભ્યોના કોઈ અંગત વ્યક્તિ, મુલાકાતી કે તેમના ડ્રાઈવરને અંદર પ્રવેશ નહીં અપાય. વિધાનસભામાં અધિકારીઓ ધારાસભ્ય અને પત્રકારોને જ પ્રવેશ મળશે. વિધાનસભામાં 25 પત્રકારો જ બેસી શકશે. અને તેમની વ્યવસ્થાની જવાબદારી માહિતી વિભાગને સોંપાઈ છે. આ વર્ષે પ્રથમ વખત શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ આપવામાં આવનાર છે. ત્યારે તેના માટે એક બેઠક પણ મળશે. સત્રના અંતિમ દિવસે બે શ્રેષ્ઠ ધારાસભ્યોને 1,100 ગ્રામ ચાંદીની પ્લેટ સાથેનો એવોર્ડ અપાશે. સત્ર શરૂ થતાં પહેલાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક 18 સપ્ટેમ્બરના રોજ મળશે. સમયના અભાવે પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો નથી.

EfnXbLMUcAEYjon.jpg

Right Click Disabled!