પ્રાંતિજના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શ્રેષ્ઠ કામગીરી અને ગુણવત્તા બદલ પુરસ્કૃત કરવામાં આવ્યું

પ્રાંતિજના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શ્રેષ્ઠ કામગીરી અને ગુણવત્તા બદલ પુરસ્કૃત કરવામાં આવ્યું
Spread the love

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાજેતરમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી સર્ટિફિકેશન ઓફ પબ્લીક હેલ્થ ફેસિલિટી ઈન સ્ટેટ ઓફ ગુજરાત ના પ્રમાણપત્રથી સ્નમાનિત કરવામાં આવ્યું છે.આ સર્ટિફિકેટ માટે બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ભારત સરકારની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ અને તેમાં પાસ થઈ આ સર્ટિફિકેટ મળતાં બાલીસણા આરોગ્ય કેન્દ્ર મોડલ આરોગ્ય કેન્દ્ર બન્યું છે.

આ સન્માન મળવા બદલ બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ, જિલ્લા ક્વોલિટી એસ્યો રંસ અધિકારી ડૉ.એ.આઇ.મલેક તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આર.કે.યાદવ સહિત જિલ્લા તથા પ્રાંતિજ તાલુકાના અધિકારીઓ, ડોકટરો,કર્મચારીઓએ બાલીસણા આરોગ્ય કેન્દ્ર ની ટીમ ને અભિનંદન આપ્યા હતા.આ સન્માન માટે બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આર.કે. યાદવે જણાવ્યું હતું કે તેમને અને તેમની ટીમે આ સર્ટિફિકટ માટે ખૂબ જ મહેનત કરી હતી અને તેનું તેમને આ સારું પરિણામ મળેલ છે તે સૌના માટે ગૌરવની વાત છે.

મનુભાઈ નાયી, પ્રાંતિજ

IMG_20200716_135551.jpg

Right Click Disabled!