પ્રાંતિજ તાલુકાના ગામડાઓની સિંચાઇ વ્યવસ્થા માટે કેનાલનું કામ ચાલુ

પ્રાંતિજ તાલુકાના ગામડાઓની સિંચાઇ વ્યવસ્થા માટે કેનાલનું કામ ચાલુ
Spread the love
  • ધારાસભ્ય ગજેન્દ્ર સિંહની રજુઆત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગામડાઓના ખેડૂતોને સિંચાઇના પાણીની સુવિધા માટે અને ખાસ કરીને કેનાલ દ્વારા જે સિંચાઇની પાણીની વ્યવસ્થા તાલુકાના નનાનપુર,પોગલું,સલાલ શાન્તીપુરા,લાલપુર સહિતના અસંખ્ય ગામો ધરોઈ સિંચાઇ યોજના અન્વયે બૂધવારે કેનાલમાં આ પાણી નાખી તેની મુખ્ય કેનાલથી પેટા કેનાલો દ્વારા સિંચાઇ માટે બુધવારથી પાણી તાલુકાના ગામડાઓના ખેડૂતોને ખેતી અને પિયત ને ગારવણ માટે આપવામાં આવે છે.પરંતુ મુખ્ય કેનાલ સહિતની કેનાલો પેટા કેનાલો માટી પુરાણ થઈ જવાથી તેમજ કેટલીક જગ્યાએ તૂટી જવાના કારણે પાણીનો બગાડ અને ખેડૂતોના ખેતરોમાં પાણી નકામુ વહી જવાના કારણે ખેતી નો પાક બગડતો હતો અને જમીનોને પણ નુકશાન થતું હતું.

આ તમામ હકીકતોને ધ્યાને ખેડૂતો અને તાલુકા પંચાયતના લાલસિંહ ઝાલા,ભૂપતસિંહ સહિતે પ્રાંતિજ તલોદ વિસ્તારનાલોકપ્રિય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિહ પરમારનુ ધ્યાન દોરતા પોતાના વિસ્તારના ખેડૂતોની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારમાં અને સિંચાઇ વિભાગ માં સફળ રજુઆતોના અંતે બુઝવા,કેનાલો સરકારી યાંત્રિક મશીનરી દ્વારા આ આખીયે કેનાલ હિંમતનગરના હાજીપુર થી છેક કેનાલના અંતિમ વિસ્તારો અને ગામડાઓ સુધી યુધ્ધના ધોરણે કેનાલો ઊંડી અને સાફસફાઈ અને સમારકામની કામગીરી ચાલી રહી છે અને ચોમાસા પહેલા આ તમામ કામગીરી પૂર્ણ થશે જેના કારણે હજારો ખેડૂતોને સિંચાઇ અને નુકશાન વેઠવાની નોબતમાથી બચાવ થશે.આ કામગીરીથી તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે અને ધારાસભ્ય ની આ ખેડૂતો ની વરસો જૂની માંગણીને ધ્યાને લઇ કામગીરી કરાવતા ઠેર ઠેરથી આવકાર સાથે હર્ષની લાગણી ફેલાઇ છે.

મનુભાઈ નાયી

IMG_20200620_092008.jpg

Right Click Disabled!