પ્રેગનન્ટ પત્નીને 1200 કિમી સ્કૂટર પર પરીક્ષા આપવા લઈ ગયો પતિ

નવી દિલ્હી મધ્ય પ્રદેશમાં ઝારખંડની એક વ્યક્તિએ ટીચરની પરીક્ષા આપવા જઈ રહેલી ગર્ભવતી પત્નીને સ્કૂટરની પાછળ બેસાડીને વરસાદ અને ઊબડખાબડ રસ્તા પર 1200 કિલોમીટર કરતા વધુનો પ્રવાસ ખેડીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી. 27 વર્ષના ધનંજય કુમાર અને તેની 22 વર્ષની પત્ની સોની હેમબ્રામ નામના આ આદિવાસી યુગલે ટૂ-વ્હીલર પર ઝારખંડના ગોદા જિલ્લાના ગાતા ટોલા ગામેથી ગ્વાલિયરમાં ટીચરની નોકરી મેળવવા માટે આવશ્યક મનાતી ડી-એડના પરીક્ષાના કેન્દ્ર પર પહોંચવા પ્રવાસ કર્યો હતો. પત્નીને સ્કૂલ ટીચર બનતી જોવા માટે ધનંજય કુમારે કોવિડ-19 પ્રેરિત લૉકડાઉનમાં વરસતા વરસાદ અને ખરાબ રસ્તાઓ પર ચાર રાજ્યોમાં થઈને 1200 કિલોમીટરનો દુર્ગમ પ્રવાસ ખેડ્યો હતો.ટ્રેન બસ અને પરિવહનનાં અન્ય સાધનો ઉપલબ્ધ ન હોવાથી તેમણે ટૂ-વ્હીલર પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો નિર્ણય કર્યો હતો.
