ફલ્લામાં આસોપાલવના તોરણ બંધાયા, ઘીના દીવડા કરાયા

ફલ્લામાં આસોપાલવના તોરણ બંધાયા, ઘીના દીવડા કરાયા
Spread the love

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના થયેલ શિલાન્યાસનો પ્રસંગે જામનગર પાસેના સહિતના ગામોમાં ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતી. ફલ્લા ગ્રામ પંચાયત તરફથી આખા ગામમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા, તેમજ ગામની તમામ દુકાનોમાં પણ તોરણ બંધાયા હતા. સાંજે આખા ગામમાં ઘરે ઘરે ઘીના દીપ પ્રગટાવવામાં આવ્યા હતા, ક્યાંક અબીલ-ગુલાલની છોળો ઊડી હતી. એકમેકને પેંડા ખવડાવીને મોં મીઠા કર્યા હતા. ફલ્લા સહિતના ગામો રામમય બન્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

20200807_171956.jpg

Right Click Disabled!