ફી ઘટાડાને લઈને અભ્યાસ કરી સરકારને ભલામણો કરશે

હાઈકોર્ટમા ચાલતા કેસને પગલે રાજ્ય સરકારે નોન ટેકનિકલ અને નોન પ્રોફેશનલ કોર્સીસની કોલેજો માટે હંગામી કમિટી રચી છે. આ ફી કમિટી સરકારને વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ આપશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી નોન પ્રોફેશનલ અને નોન ટેકનિકલ કોર્સની ખાનગી કોલેજો તથા અને ખાનગી યુનિ.ઓમાં ફી ઘટાડાને લઈને એક કમિટી રચવામાં આવી છે.
સરકારને ભલામણો કરશેઆ કમિટી મેડિકલ,પેરામેડિકલ તથા ઈજનેરી-ફાર્મસી સહિતના ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય કોર્સ જેવા બી.કોમ, બીબીએ-બીસીએ અને બીએસસી સહિતના નોન પ્રોફેશનલ કોર્સ માટે ફી ઘટાડાને લઈને અભ્યાસ કરી સરકારને ભલામણો કરશે. આ કમિટીમાં અધ્યક્ષ તરીકે નિવૃત હાઈકોર્ટ જજને નિમવામાં આવ્યા છે. જેઓ હાલની ટેકનિકલ ફી રેગ્યુલેશન કમિટી પણ અધ્યક્ષ છે.
ગૃપના પ્રતિનિધિ નિમવામા આવ્યાઆ ઉપરાંત કમિટીમાં સભ્ય તરીકે ગુજરાત યુનિ.ના કુલપતિ, ટીચર્સ યુનિ.ના કુલપતિ તથા નિરમા યુનિ.ના ડાયરેકટર જનરલ અને એલ.જે ગૃપના પ્રતિનિધિ નિમવામા આવ્યા છે. આ ફી કમિટીના મેમ્બર સેક્ટરી તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનર રહેશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અગ્ર સચિવનું કહેવુ છે કે હાઈકોર્ટમાં ખાનગી કોલેજોની ફી ઘટાડવા મુદ્દે પીઆઈએલ થઈ છે.જેના અનુસંધાને સરકારે ફી કમિટી રચી છે. ટેકનિકલ કોર્સીસમાં પહેલેથી ફી કમિટી છે જેથી બાકી રહેલા કોર્સમાં કે જેમાં કોઈ ફી કમિટી નથી તેના માટે આ કમિટી રચાઈ છે.
એક્ટ મુજબની ફી કમિટી રચાઈપરંતુ આ કમિટી કામ ચલાઉ કમિટી છે. જે અભ્યાસ કરી સરકારને રિપોર્ટ આપસે અને ભલામણો કરશે ત્યારબાદ ફી ઘટાડા મુદ્દે સરકાર નિર્ણય કરશે. મહત્વનું છે કે સ્કૂલોમાં ફી નિયંત્રણ માટે, ટેકનિકલ કોર્સમાં નિયંત્રણ માટે અને મેડિકલ-પેરામેડિકલ કોર્સીમાં પણ ફી નિયંત્રણ માટે પહેલેથી એક્ટ મુજબની ફી કમિટી રચાઈ છે. પરંતુ હજુ સુધી સ્કૂલોમાં કે ટેકનિકલ-મેડિકલ કોર્સીસમાં ફી ઘટાડા મુદ્દે કોઈ નિર્ણય થયો નથી.
