ફી માફી અંગે સ્ટુડન્ટ યુનિયન કાઉન્સિલ દ્વારા સાબરકાંઠા કલેકટરને આવેદન

ફી માફી અંગે સ્ટુડન્ટ યુનિયન કાઉન્સિલ દ્વારા સાબરકાંઠા કલેકટરને આવેદન
Spread the love

સ્ટુડન્ટ યુનિયન કાઉન્સિલ ના જિલ્લા ના હોદ્દેદાર દ્વારા જિલ્લા કલેકટર કચેરી જઈ આવેદન પત્ર આપવામાં આવ્યું. તેમાં ધ્રુવ પટેલ , ઋત્વિક પટેલ,રાજ વણજારા ,રોહન પરમાર , અનંત પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યની તમામ શાળાઓ – કોલેજો માં ૬મહિના ની ફી માફ કરવામાં આવે તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માં આવે તે બાબતે આજ રોજ ના રજૂઆત કરવામાં આવી છે.

જ્યારે રાજ્યની તમામ શાળાઓ કોલેજો ૪ મહિના થી બંધ છે ત્યારે હાલમાં સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય સારું કરવામાં આવ્યું છે જેને કારણે વિદ્યાર્થીઓને ખુબ જ પરેશાની થઈ રહી છે.અખો દિવસ બાળકો મોબાઈલ મા જ પડ્યાં રહે છે. મોબાઈલથી આખોને નુકશાન થાય છે. જ્યારે મધ્યમ વર્ગ ના પરિવાર ને ૪ મહિના થી રોજગારી મળી નથી ત્યારે અમુક શાળા ઓ ઓનલાઇન શિક્ષણના બહાને એડવાન્સ ફી માંગવા દબાણ કરે નહિ તો કહે છે કે એડમિશન રદ કરવા માં આવશે તેવું સ્કુલના સતાધીશો કહી રહ્યા છે.  તેથી સ્ટુડન્ટ યુનિયન કઉન્શિલ દ્વારા માગણી કરવામાં આવી છે કે 6 મહિનાની ફી માફ કરવામાં આવે તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માં આવે

રિપોર્ટ : ઋત્વિક પટેલ (સાબરકાંઠા)

Right Click Disabled!