ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી યુવકને અશ્લિલ મેસેજ કરનાર વિદ્યાર્થિનીની ધરપકડ

Spread the love

સુરત,
અડાજણ વિસ્તારમાં રહેતી અને તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરતી યુવતીનું ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવી યુવાનને અશ્લીલ મેસેજા અને ફોટા મોકલી તેને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ બનાવમાં જામનગરની એલએલબીનો અભ્યાસ કરતી યુવતીની ધરપકડ કરી છે.
મૂળ રાજકોટની વતની અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૨૬ વર્ષીય યુવતી સુરતમાં જ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષ અગાઉ સમાજના આગેવાન મારફતે તેની રાજકોટના પડઘરીના દહીસરાના યુવક સાથે સગાઈની વાત ચાલી હતી. જાકે, યુવક દૂરના સગામાં હોય યુવતીના પિતાએ સગાઈ કરવા ના પાડતા વાત બંધ થઇ ગઈ હતી.
સામાજીક પ્રસંગમાં યુવક અને યુવતીના પરિવારજનો ભેગા થતા તેણે ફરી વાત મૂકી હતી પરંતુ પરિવારે ઇન્કાર કર્યો હતો. તેમ છતાં યુવક યુવતીને ફોન કરી અને વ્હોટ્‌સએપ મેસેજ કરી સગાઈ માટે દબાણ કરતો હતો. તે વખતે પણ યુવતીએ ના પાડી હતી. દરમિયાન ગત ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ યુવકે યુવતીના મોટા ભાઈને વ્હોટ્‌સએપ ઉપર ફેસબૂક ચેટીંગનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો. સ્ક્રીનશોટમાં યુવતીના નામના ફેસબૂક એકાઉન્ટનું ચેટીંગ હતું અને એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચરમાં યુવતીનો જ ફોટો હતો. તે એકાઉન્ટમાંથી યુવકને અશ્લીલ મેસેજા અને ફોટા મોકલાયા હતા.

Right Click Disabled!