ફ્લેટની બાલ્કની ધડાકાભેર ધરાશાયી થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

ફ્લેટની બાલ્કની ધડાકાભેર ધરાશાયી થતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત
Spread the love

અમદાવાદ,
ફરી એકવખત અમદાવાદમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સવારે એક ફ્લેટની બાલ્કની ધારાશાઇ થવાના અહેવાલ મળી રહ્યા છે. આ ગોજારી ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
અમદાવાદના ફ્લેટની બાલ્કની ધારાશાઇ થતા બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શનિવારે અમદાવાદના મેમનગર પાસે આવેલા જનકપુર ફ્લેટમાં એક ગોજારી ઘટના સામે આવી હતી. મેમનગરના જનકપુરી ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. જેમણે આસપાસના લોકોએ તાત્કાલિક હોÂસ્પટલમાં સારવારઅર્થે દાખલ કર્યા હતા.
આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની કરાતા તેઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના કાફલાએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

Right Click Disabled!