બંધ દવાખાના નર્સિંગ હોમ સામે ગુના દાખલ થશે

બંધ દવાખાના નર્સિંગ હોમ સામે ગુના દાખલ થશે
Spread the love
  • નવા પાલિકા કમિશનરે આપ્યો આદેશ

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની વારંવારની સૂચના બાદ પણ અમુક ખાનગી નર્સિંગ હોમ અને દવાખાના બંધ રાખવામાં આવી રહ્યા છે, તેને કારણે નાગરિકોને ભારે અગવડ થઈ રહી છે, તેથી આવી ખાનગી હોસ્પિટલ, દવાખાના, નર્સિંગ હોમના વિરોધમાં પોલીસમાં ગુનો નોંધવાનો આદેશ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરને આપ્યો છે.
પાલિકાએ નોટિસ આપ્યા બાદ મુંબઈના અમુક ખાનગી નર્સિંગ હોમ, ખાનગી હોસ્પિટલ અને ખાનગી દવાખાના ચાલુ થયા છે. ખાનગી હોસ્પિટલને સંરક્ષણ માટે પાલિકાએ પી.પી.ઈ. કિટ ઉપલબ્ધ કરી આપી છે. જોકે વારંવાર સૂચના અને નોટિસ આપ્યા બાદ પણ અમુક ખાનગી હોસ્પિટલ અને ખાનગી દવાખાના હજી પણ બંધ હોવાનું જણાઈ આવ્યું છે.

તેથી આવી ખાનગી હોસ્પિટલ અને દવાખાના સામે પોલીસમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો છે. તે મુજબ બંધ રહેલા ખાનગી દવાખાના, નર્સિંગ હોમની યાદી તૈયાર કરીને તેમની સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવવાના છે. દર્દીની વધતી સંખ્યાને કારણે દરેક વોર્ડના નર્સિંગ હોમ અને નાની હોસ્પિટલમાં લગભગ ૧૦૦ પલંગ ઉપલબ્ધ કરી લેવાનો આદેશ પણ કમિશનરે દરેક વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને આપ્યો છે. તેમાંથી ૧૦ ટકા પલંગ આઈસીયુ વોર્ડ માટે હશે, તેથી તમામ ૨૪ વોર્ડમાં કુલ બે હજાર ૪૦૦ પલંગ ઉપલબ્ધ થશે

content_image_d43f6947-7169-40c7-86f3-e73692d1544f.jpg

Right Click Disabled!