” બનશે ! જરૂર…, એક આશાન્વિત..મિલન..”

” બનશે ! જરૂર…, એક આશાન્વિત..મિલન..”
Spread the love

|| બનશે ! જરૂર ||

દિલ ના દરિયા માં ગમો ની બાઢ આવી ગઈ,
ખુશી ની લહેર તો આવી વચ્ચે બેટ દીવાલ આવી ગઈ.

મળશે જરૂર એ નક્કી હતું મારા ભાઈ,
પણ, સોળ વરસે એને દુનિયા ની નજર લાગી ગઈ.

ઉંમરે વીસ ની સાઈંઠ ની માનસિકતા આવી ગઈ,
આ જિંદગીની જંજાળમાં બસ, દુનિયા ફાવી ગઈ.

હતો નિર્દોષ બાળક ને દેવદાસ બનાવી ચાલી ગઇ,
હમણાં આંખો સામે હતી ને , કયાં દૂર ચાલી ગઈ.

‘શિલ્પી’ કરજે ઈંતજાર એ આવી ને ભલે ચાલી ગઇ,
બનશે ! જરૂર એવું કે, એની રહેમ નજર પામી જઈ !!

(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

IMG_20191209_211821-1.jpg images-16-0.jpeg

Right Click Disabled!