બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનમાંથી આવતા પ્રવાસીઓનું બોર્ડર પર સ્ક્રીનીંગ

Spread the love
  • કોરોના અંગે જનજાગૃતિ લાવવા આશા વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાયું
  • જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ૩,૯૭૬ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

પાલનપુર,
બનાસકાંઠા જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સીએ કોરોના વાયરસને અનુલક્ષી કરવામાં આવેલ કામગીરીની માહિતી આપતા જણાવ્યું છે કે, કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આજદિન સુધી વિદેશમાંથી આવેલા ૨૫૭ પ્રવાસીઓને ટ્રેક કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૭૫ પ્રવાસીઓનું ૧૪ દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયેલ છે. ૬૮ પ્રવાસીઓ અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે અને ૧૪ પ્રવાસીઓ અન્ય જગ્યાએ માઈગ્રેટ થયેલ છે. આજ દિન સુધી ૬ પ્રવાસીઓમાં લક્ષણો જોવા મળતા તેમનું લેબોરેટરી પરીક્ષણ કરાવવામાં આવેલ છે, જેનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે.

કોરોના અંતર્ગત જન જાગૃતિ લાવવા અને અગમચેતી પગલાના ભાગ સ્વરૂપે આશા વર્કર અને આંગણવાડી વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં રાજસ્થાનમાંથી આવતા પ્રવાસીઓનું બોર્ડર પર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ૩,૯૭૬ લાભાર્થીઓને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

વિદેશમાંથી આવતા તમામ પ્રવાસીઓનું ૧૪ દિવસ હોમ કવોરેન્ટાઈન સઘન રીતે થાય તે માટે જિલ્લા કક્ષાએથી જાહેર અપીલ કરવામાં આવી છે તેમજ જિલ્લા કક્ષાએથી તેનું ક્રોસ વેરીફીકેશન પણ કરવામાં આવે છે.

Right Click Disabled!