બરોડા ડેરી દ્વારા શનિવારે ૪.૧૯ લાખ લીટર દૂધ પાઉચનું વેચાણ

Spread the love
  • વડોદરા શહેર જિલ્લામાં નાગરિકોને અવિરત દૂધ અને શાકભાજીનો પૂરવઠો મળી રહ્યો છે
  • ૬૨૮૦ ક્વિન્ટલ શાકભાજીની આવક

વડોદરા
કોરોના સંદર્ભે ઊભી થયે પરિસ્થિતિમાં વડોદરા શહેર જિલ્લા માં નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દૂધ,શાકભાજીનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.નાગરિકોને જરૂરિયાત મુજબ દૂધનો શાકભાજીનો પૂરવઠો મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

બરોડા ડેરી માં આજે ૫.૬૮ લાખ લીટર દૂધની આવક થઈ હતી.જે પૈકી ડેરી દ્વારા ૪.૧૯ લાખ લીટર દૂધના પાઉચ નું વેચાણ કરવામાં આવ્યું હતુ.ડેરી દ્વારા ૫૭ હજાર લીટર છાશ અને ૩૦૦૪ કી.ગ્રામ દહીં નું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. એ.પી.એમ.સી વડોદરા અને પાદરામાં આજે ૨૭૫ ક્વિન્ટલ બટાકા, ૧૦૧૬ ક્વિન્ટલ ડુંગળી,૮૩૫ ક્વિન્ટલ ટામેટા, અન્ય લીલા શાકભાજીની ૩૬૯૬ ક્વિન્ટલ સહિત કુલ ૬૨૮૦ ક્વિન્ટલ શાકભાજીની આવક થઇ હતી.જ્યારે ૩૩૮૦ ક્વિન્ટલ ફળ ફ્લાદી ની આવક થઇ છે.

Right Click Disabled!