બહેનને બચાવવા ચેકડેમમાં પડેલો ૧૨ વર્ષનો ભાઈ ડૂબી ગયો

બહેનને બચાવવા ચેકડેમમાં પડેલો ૧૨ વર્ષનો ભાઈ ડૂબી ગયો
Spread the love
  • જામનગરના ધ્રાંગડા ગામની ગામમાં બનેલી ઘટના
  • પાણીના પ્રવાહમાં તણાયેલા માસૂમ બીજા દિવસે મળ્યો મૃતદેહ

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામની સીમમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની દસ વર્ષીય પુત્ર ચેકડેમમાં ન્હાવા માટે પડ્યા બાદ ડુબતી હોવાથી તેને બચાવવા માટે બાર વર્ષીય ભાઇએ પણ ઝંપલાવ્યું હતું. જેમાં બાળાના આબાદ બચાવ થયો હતો. જો કે, તેનો ભાઈ ઊંડા પાણી અંદર ગારદ થતાં સઘન શોધખોળ બાદ બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બે બહેનોના એકના એક ભાઇ એ જીવ ગુમાવતા પરિવાર પર વ્રજઘાત થયો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ધ્રાંગડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મધ્યપ્રદેશના વતની રાજુભાઇ જોહરસીંગ ભુરીયા ગામના શ્રમિક યુવાન પત્ની, બે પુત્રીઓ અને એક પુત્ર સહિતના પરીવાર સાથે અત્રે વસવાટ કરી ખેત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની નાની પુત્રી અને પુત્ર ચેકડેમ પાસે પહોંચ્યા હતા જે વેળાએ દસ વર્ષીય પુત્રી સંગીત ચેકડેમના આગળ લાગે નહાવા માટે ગઇ હતી.

જે દરમિયાન ચેકડેમમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતા તેને ડૂબવા લાગતા તુરંત જ કાંઠે બેઠેલા ભાઈ ને બુમ પાડી હતી જેના પગલે તુરંત જ માધુ (ઉ.વ.૧૨)એ તેને બચાવવા માટે ઝંપલાવ્યું હતું. જે વેળાએ માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ પાણીના જોરદાર પ્રવાહના કારણે બાર વર્ષીય બાળક પાણીમાં ગારદ થઇ લાપતા બની ગયો હતો. આ બનાવની જાણ થતા ભોગગ્રસ્તના માતા-પિતા અને ગ્રામજનો ઉપરાંત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે લાપતા બાળકની શોધખોળ દરમિયાન મંગળવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પરિવારને સુપરત કરતા તેઓ વતન ભણી રવાના થયા છે. નાની બહેનને બચાવવા માટે કૂદેલા ભાઇનો ભોગ લેવાતા ભારે અરેરાટી વ્યાપી છે. જયારે આ જળધાતમાં શ્રમિક પરિવારે એકનો એક પુત્ર અને બે બહેનો પણ તેનો ભાઈ ગુમાવતા વ્રજઘાત થયો છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200715_180606.jpg

Right Click Disabled!