બાંટવા PGVCLની કામગીરીને બિરદાવતા સાંસદ રમેશભાઈ ધડુક

બાંટવા PGVCLની કામગીરીને બિરદાવતા સાંસદ રમેશભાઈ ધડુક
Spread the love

ચાલુ વર્ષે ચોમાસામાં અતિભારે વરસાદથી બાંટવા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ધેડ વિસ્તાર તથા ભાદરકાંઠાના ગામોમાં ઓઝત, મધુવંતી તથા ભાદર નદીઓમાં આવેલ ધોડાપુરના કારણે પેટા વિભાગીય કચેરી હેઠળના વીશ જેટલા ગામોમાં પાણી ફરી વળેલ તથા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા આવી કપરી પરિસ્થિતિમાં વીજ પુરવઠો સતત જાળવવો ખુબ જ મુશ્કેલ હોવા છતા પણ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પોરબંદર ગ્રામ્ય વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર ડી. એમ. કામાણી તથા અધિક્ષક ઇજનેર એચ. આર. લાખાણીના સતત માર્ગદર્શન હેઠળ બાંટવા પેટા વિભાગીય કચેરી દ્રારા ભારે જેહમત ઉઠાવીને પણ સફળતા મેળવેલ જેનાથી લોકોમાં ધણી રાહત તથા આનંદની લાગણી પ્રવર્તેલ અને આ બાબતની નોંધ લોકપ્રિય સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્રારા પણ લેવાયેલ અને એમના ધેડ વિસ્તારના પ્રવાસ દરમિયાન બાંટવા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી ની કામગીરી ને બિરદાવેલ અને કચેરી ના અધિકારીઓ તથા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમનો જુસ્સો વધારેલ હતો.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200914-WA0004.jpg

Right Click Disabled!